SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ - ~ *~ જંબુદ્વીપમાં સૂર્યચન્દ્રનું વર્ણન ૨પ૭ ચંદ્રસૂર્ય હોય છે, માટે સર્વથી પહેલું મંડલ મેરૂથી એટલા જન દૂર થાય છે, અર્થાત્ પહેલું જમણ જંબદ્વીપના પર્યન્તભાગથી ૧૮૦ એજન જંબુદ્વીપમાં ખસતું નિષધ અને નીલવંતપર્વત ઉપર પ્રારંભાય છે, અને ત્યારબાદ બે બે જનને અન્તરે બીજું ત્રીજું યથાવત્ ૧૮૪ મું મંડલ લવણસમુદ્રમાં ૩૩૦ જન દૂર થાય છે, અને ચન્દ્રમંડલમાં પણ એજ રીતે ૧૫ મું મંડળ લવણસમુદ્રમાં કિંચિત્ ન્યૂન ૩૩૦ રાજન દૂર થાય છે, માટે ૩૩૦-૪૮ સમુદ્રના + ૧૮૦ દ્વીપના પ૧૦-૮ ચારક્ષેત્રને-ગતિક્ષેત્રનો ઉત્તર દક્ષિણ વિસ્તાર ગણાય છે. એ પ્રમાણે જંબુદ્વીપના સૂર્યચંદ્રને બ્રમણકરવાના ક્ષેત્રને વિસ્તાર પ૧૦ એજન જેટલા છે, એટલા જ ક્ષેત્રમાં સૂર્ય ૧૮૪ મંડળ પૂરે છે, અને ચન્દ્ર ૧૫ મંડળ પૂર્ણ કરે છે. દક્ષિણાયનના ૬ માસમાં સૂર્ય પહેલા મંડલથી ૧૮૪ મે મંડલે (જંબુદ્વીપમાંથી ખસ ખસતો સમુદ્રમાં) જાય છે, અને પુન: પલટાઈને ખસતો ખસતો જંબદ્વીપમાં ૧૮૦ જન અંદર પહેલા મંડળે આવી જાય છે ત્યારે ઉત્તરાયણના છ માસ પૂર્ણ થાય છે. એ પ્રમાણે એક વર્ષમાં છેહલા મંડલે જઈ પહેલા મંડલે આવી જાય છે. અવસર્પિણી ઉત્સર્પિણી યુગ પલ્યોપમ સાગરોપમ સૂર્યવર્ષ સૂર્ય માસ દક્ષિણાયન ઇત્યાદિ કાળભેદે દક્ષિણાયનના પહેલા દિવસે અથવા કર્મસંક્રાન્તિના પહેલા દિવસે પહેલું મંડલ પૂર્ણ થતાં સમાપ્ત થાય છે, અને બીજ મંડલના પ્રારંભ સમયે જ તે સર્વે કાળભેદે પ્રારંભાય છે. તથા એક વર્ષમાં પહેલું અને ૧૮૪ મું એ બે મંડલેમાં સૂર્ય એકેક વાર ફરે છે, અને મધયવતી ૧૮૨ મંડલમાં જતાં અને આવતાં એમ બે બે વખત ફરે છે. પુન: એક સૂર્ય જ્યારે નિષધપર્વત ઉપર ૧૮૩માં પહેલું મંડલ પ્રારંભે છે, તે જ સમયે બીજે સૂર્ય તેની સમશ્રેણમાં જ નીલવંતપર્વત ઉપર પહેલું મંડળ પ્રારંભે છે, એ રીતે બે સૂર્ય મળીને એક અહોરાત્રમાં એક મંડલ પૂરે છે, અને એક સૂર્ય એક અહોરાત્રમાં એક અર્ધ મંડલ જ પૂર્ણ કરે છે. ચંદ્રનાં દક્ષિણાયન ઉત્તરાયણ છે, પરંતુ સૂર્ય સરખાં નથી માટે તેનું અહિં પ્રયોજન નથી, વિશેષાથએ અન્યગ્રંથેથી જાણવાં. ૧૬૯ છે અવતા:– હવે આ ગાળામાં સૂર્યચંદ્રનાં મંડલોની સંખ્યા અને પ્રમાણે ૩૩.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy