SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવિની ૧૨ અાનંદી સંસ્કૃત અનુવાદ. ग्राहवती द्रहवती वेगवती तप्ता मत्ता उन्मत्ता । क्षीरोदा शीतस्रोतसी तथाऽन्तर्वाहिनी चैव ॥ १५२ ।।' ऊम्मिमालिनी गम्भीरमालिनी फेनमालिनी चैव ।। सर्वत्रापि दशयोजनोंडाः कुंडोद्भवा एताः ॥ १५३ ।। થાર્થ –ગ્રાહુવતી-હવતી–ગવતીના -મત્તા-ઉન્મત્તા-ક્ષીરદા-શીતસ્રોતા તથા અન્તર્વાહિની-ઊર્મિમાલિની ગંભીરમાલિની અને ફેનમાલિની એ ૧૨ અન્તર્નદીઓ સર્વ સ્થાને ૧૦ યજન ઉંડી છે, અને એકેક કુંડમાંથી એકેક નદી નિકળી છે કે ૧૫૩ છે વિસ્તરઃ-ગાથાર્થવત્ સુગમ છે, વિશેષ એ કે-એ બાર નદીઓને કોઈ પણ બીજી નદીઓનો પરિવાર નથી. પ્રારંભથી પર્યન્તસુધી એક સરખા ૧૨૫ જન પહોળો પ્રવાહ છે, ગંગાઆદિ નદીવત્ પ્રારંભમાં અ૫ ઉંડાઈ અને પર્યન્ત દશગુણી ઉંડાઈ આ નદીઓમાં નથી, પરંતુ પ્રવાહ સર્વત્ર સરખો હોવાથી ઉંડાઈ પણ સર્વત્ર સરખી રીતે ૧૦ જન જેટલી છે. આ નદીઓને જન્મકુંડ નિષધનીલવંતપર્વતની નીચે છે, તેનું પ્રમાણ આદિ સ્વરૂપ ૫૩–૫૪ મી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાયું છે. એ કુંડમાં આ બાર નદીદેવીઓના ૧૨ - અહિં એક વાત અવશ્ય વિચારવા યોગ્ય છે કે–ચાહવતી આદિ બાર અન્તર્નાદીઓના કુંડ ૧૨૦ જન માત્ર વિસ્તારવાળા છે, તે તેમાંથી પ્રારંભમાંજ ૧૨૫ યોજન વિસ્તારવાળી નદી કેવી રીતે નિકળી ? તેમજ દરેક નદી કુંડના દ્વારમાંથી નિકળે છે તે દ્વાર ૧રા યોજના પહોળું છે, તે તેમાંથી પણ ૧૨૫ પેજનો પ્રારંભમાંજ પહોળાઈવાળી નદી કેવી રીતે નિકળે ? જે આખા કુંડમાંથી પશુ નદી નિકળવી અશક્ય તે દ્વારમાંથી નિકળવાની તે વાતજ શી ? વળી આ બાબતનું કંઇપણું સમાધાન એ વિષમતાને ઉદ્દેશીને શાસ્ત્રોમાં દેખાતું નથી, પરંતુ જે ખૂપની સર્વનદીઓની સમાન લંબાઈના કેટકકરણને ઉદ્દેશીને શ્રીજંબુકીપ પ્ર વૃત્તિમાં શ્રીમગિરિત ક્ષેત્રસમાસવૃત્તિને પાઠ દર્શાવ્યું છે, તે પાઠમાં પ્રારંભે ૧૨ એજન પ્રવાહ અને મહાનદીપ્રવેશસ્થાને (પર્યન્ત) ૧૨૫ ગોજન પ્રવાહ અન્તર્નાદીઓને લઘુવૃત્તિના અભિપ્રાય પ્રમાણે દર્શાવ્યું છે, તેથી તે અભિપ્રાય પ્રમાણે તે કઈ પણ શંકા ઉપસ્થિત થતી નથી, પરંતુ બહુમતે સમપ્રવાહ કહેલું છે તેનું સમાધાન શું ? તે શ્રી બહુશ્રુતગમ્ય. વળી શ્રી મલયગિરિજી મહારાજે પણ જબૂદીપની અન્તર્નદીઓના વર્ણનમાં સમપ્રવાહ કહીને ધાતકખંડાદિકની નદીઓના વર્ણનપ્રસંગે “વિષમ પ્રવાહ જણાવવામાં ગ્રાહતી આદિ અન્તર્નાદીએનું પણ ઉદાહરણ આપ્યું છે. તે લધુવૃત્તિના અભિપ્રાયથી જ, પરંતુ સ્વતઃ નહિં, સ્વાભિપ્રાયથી તે અન્તર્નાદીઓ સમપ્રવાહવાળી માનેલી સમજાય છે. માટે તત્વ શ્રી બહુતગમ્ય,
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy