________________
૨૩૬
જબૂવૃક્ષ વર્ણનાધિકાર. દેવને બેસવા યોગ્ય છે. એ ચારેનું પ્રમાણ શ્રીદેવીના ભવનસરખું એટલે ૧ ગાઉ દીધું અને બે ગાઉ વિસ્તારવાળું તથા કંઈક ન્યૂન ૧ ગાઉ (૧૪૪૦ ધનુષ્ટ્ર) ઉંચાઈ છે. એ ચારેને પશ્ચિમ સિવાય ત્રણ દિશિએ ત્રણ ત્રણ દ્વાર છે, તે બારે દ્વાર ૫૦૦ ધનુષ ઉંચાં અને ૨૫૦ ધનુષ્ય પહેલાં તથા પ્રવેશવાળાં છે.
કે જંબવૃક્ષની મધ્યશાખા ઉપર ૧ જિનભવન ! તથા મધ્યવતી વિડિમા નામની મહાશાખાઉપર પૂર્વોક્ત દેવભવનસરખા પ્રમાણુવાળું ૧ જિનચૈત્ય છે, તેને પણ પશ્ચિમદિશિ સિવાય ત્રણ દિશામાં ત્રણદ્વાર પૂર્વોક્ત પ્રમાણવાળાં છે. મધ્યભાગે પ૦૦ ધનુ લાંબી પહોળી અને ૨૫૦ ધનુષ ઉંચી મણિપીઠિકાઉપર એટલા જ પ્રમાણવાળો દેવછંદક છે, પરંતુ ઉંચાઇમાં સાધિક ૫૦૦ ધનુષ છે. તેમાં પાંચ પાંચસે ધનુના પ્રમાણવાળી ૧૦૮ જિનપ્રતિમા છે, ઈત્યાદિસર્વસ્વરૂપ પૂર્વે કહેલા શાશ્વતચૈત્યના સ્વરૂપ સરખું જાણવું.
નવતર –એ ત્રણ પ્રાસાદ તથા એક ભવનમાં ક્યા દેવની શું વસ્તુ છે? તે કહેવાય છે— पुविल्लसिज्ज तिसु आसणीण भवणेसुऽणाढिअसुरस्स । सा जंबू बारस वेइआहिं कमसो परिरिकत्ता ॥ १४२ ॥
શબ્દાર્થ – ઉદિવ૮-પૂર્વ દિશાના દેવભવનમાં | (અ) વિભુરસ્ત-અનાદત દેવનાં સિ–દેવશય્યા
| સ –તે જંબવૃક્ષ
સંસ્કૃત અનુવાદ. पूर्वीये शय्या त्रिष्वासनानि भवनेष्वनादृतसुरस्य ।।
सा जंबूादशवेदिकाभिः क्रमशः परिक्षिप्ता ॥१४२ ॥
જાથાથપૂર્વ દિશાના ભવનમાં અનાદૃત દેવની શય્યા છે, અને ત્રણ દિશાના ત્રણ પ્રાસાદમાં અનાદૃતદેવનાં પરિવારસહિત સિહાસન છે. તથા એ જ બવૃક્ષ અનુક્રમે બાર વેદિકાઓવડે વીટાયેલું છે ૧૪૨
વિસરા:–પૂર્વશાખાઉપરના મધ્યભાગમાં જંબુદ્વિીપના અધિપતિ અના*સા એ શબ્દ સ્ત્રીલિંગે હેવાનું કારણકે ગં શબ્દ સ્ત્રીલિંગે છે માટે.