SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ પw ૨૩૦. શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. સંસ્કૃત અનુવાદ थुडशाखाविडिमदीर्घत्वे गव्यूतानि अष्टपंचदशचतुर्विंशतिः । शाखा श्रीसमभवना, तन्मानासचैत्या विडिमा ॥ १४१ ॥ યાર્થ:–જંબવૃક્ષના થડની લંબાઈ ૮ ગાઉ, શાખાઓની લંબાઈ ૧૫ ગાઉ અને વિડિમા (મધ્યશાખા) ની લંબાઈ ૨૪ ગાઉ છે. તથા ચારે શાખાઓ શ્રીદેવીના ભુવન સરખા ભવનવાળી છે, અને વિડિમશાખા તેટલાજ પ્રમાણના ચૈત્યવાળી છે કે ૧૪૧ વિસ્તરાર્થ:–ચાર દિશાની ચાર તીરછી શાખાઓ ૧૫ ગાઉ દીધું છે, એનું થડ ૮ ગાઉ એટલે બે જન ઉંચું છે, અને વિડિમશાખા ૨૪ ગાઉ એટલે છે જન ઉંચી છે. એ પ્રમાણે હોવાથી થડની અને વિડિમાની ઉંચાઈ ભેગી કરતાં જંબવૃક્ષ ૮ જન ઉંચું થયું, અને બે બાજુની બે તીચ્છી શાખાઓના ૩૦ ગાઉમાં મધ્યવતી થડની જાડાઈ ૨ ગાઉ ઉમેરતાં ૩ર ગાઉ એટલે ૮ યોજન જેટલા વિસ્તારવાળું' એ વૃક્ષ થયું, જેથી જબૂવૃક્ષ ઉંચાઈમાં અને વિસ્તારમાં ૮-૮ યોજન તુલ્ય છે. | જંબૂવૃક્ષ ઉપર ૧ દેવભવન અને ૩ દેવપ્રાસાદ છે જંબવૃક્ષની ચાર દિશિની ચાર તીછી શાખાઓમાં ત્રણ શાખાઉપર મધ્યભાગે એકેક દેવપ્રાસાદ છે, અને પૂર્વ દિશાની શાખાના મધ્યભાગે ભવન છે તેમાં દ્વીપના અધિપતિ શનીદતદેવની શય્યા છે, અને શેષ ત્રણ દિશાના ત્રણ પ્રાસાદમાં દરેકમાં પરિવાર સિંહાસનો સહિત એક સિંહાસન અનાદત * એ ૮ જન ઉંચાઈ ભૂમિ ઉપરથી ગણાય છે, અને મૂળ તથા કંદ સહિત ઉંચાઇ ગણુએ તે જરક્ષાની ઉંચાઈ સાધિક ૮ જન ગણવી. ૧ આ ૮ જનને વિસ્તાર શાખાઓ ત્યાંથી નિકળે છે તે સ્થાને ગણવે, અર્થાત્ થડના પર્યાભાગે ગણવા, પરંતુ એથી ઉપર નહિ, કારણકે વિશેષ ઉપર જતાં શાખાઓને કંઈક ઊર્વતીછીં ગણવી પડે, જેથી ઇષ્ટ વિસ્તાર આવે જ નહિં. શાખાઓ સમશ્રેણિએ સીધીતીછી રહેલી હોવાથી જ ૮ જન વિસ્તાર આવે ત્યારબાદ વિસ્તાર ઘટ ઘટ સર્વથા ઉપર ઘણેજ એ વિસ્તાર હાય છે, અને એ રીતે હોવાથી જ વૃક્ષને વિષમ ધાવૃત્ત આકાર સુંદર દેખાય છે, ૨ વિષમચોરસ { લંબચોરસ 3 હેવા છતાં એ ત્રણને પ્રાસાદ કહેવાની તથા એ ચારેને સમરસ પણ કહ્યા છે તે સંબંધિ અધિક ચર્ચા થી જ પ્રવૃત્તિથી જાણવી. તથા ગાથામાં ચારે શાખાઓને અંગે મવન શબ્દ કહ્યો છે, તે સામાન્યથી કહ્યો છે, માટે પવશાખા ઉપર ભવન અને ત્રણ શાખાઉપર પ્રાસાદ કહેવામાં કોઈ વિરોધ નથી,
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy