SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. અને નિષધપર્વતથી ઉત્તર દેવકુર નામનું યુગલિકક્ષેત્ર છે. એ ક્ષેત્ર બે ગજદતગિરિવચ્ચે આવવાથી અર્ધચંદ્રઆકારનું અથવા ધનુન્ના આકાર સરખું છે, જેથી એ ક્ષેત્રનો ઈષ એટલે વિષ્ઠભ નિષધથી મેરૂસુધીનો ગણાય, અને તે મહાવિદેહના ૩૩૬૮૪ જનનાં વિર્ષોભમાંથી વચ્ચે આવેલા મેરૂના ૧૦૦૦૦ એજન બાદ કરી ર૩૬૮૪ જન આવે તેનું અર્ધકરતાં ૧૧૮૪ર જન વિધ્વંભ છે. અને બે ગજદંતગિરિની બે લંબાઈ ભેગીકરતાં ( ૩૦૨૦૯૪૩૦૨૦૯= ) ૬૦૪૧૮ જન આવે તેટલું ધનુપૃષ્ઠ એટલે દેવકુરને અર્ધઘેરાવો-અર્ધપરિક્ષેપ-અર્ધપરિધિ છે. એ પ્રમાણે ગંધમાદન અને માલ્યવંત એ બે ગજદંતગિરિની વચ્ચે, મેરૂથી ઉત્તરે અને નીલવંતપર્વતથી દક્ષિણે ઉત્તર નામનું યુગલિક ક્ષેત્ર છે. તેને પણ વિષ્ઠભ ધનુપૃષ્ઠ દેવકુરૂવત્ છે. તથા બન્ને ક્ષેત્રની જીવા (ધનુષદેરી) ૫૩૦૦૦ એજન છે, અને ત્યાં દેવકુરૂની જીવા નિષધપર્વતની કિનારી છે, તથા ઉત્તરકુરૂની જીવા નીલવંતપર્વતના કિનારે છે. અહિં પ્રપાતકુંડથી બે બાજુના ૨૬૪૭૫–૨૬૪૭૫ પેજન જેટલા બે ગજદંત દૂર છે તે જ મેળવતાં પર૯૫૦ એજન થાય અને તેમાં નદી પ્રવાહના ૫૦ જન ઉમેરતાં પ૩૦૦૦ જન જીવા થાય છે. છે સુરુક્ષેત્રમાં સર્વદા અવસર્પિણને પહેલે આરે છે આ બે ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણીના પહેલા સુષમસુષમઆરા સરખા ભાવ વતે છે, જેથી યુગલિક મનુષ્ય અને યુગલિકતિર્યચપંચેન્દ્રિય અહિ ત્રણપલ્યોપમના આયુષ્યવાળા છે, મનુષ્યની કાયા ત્રણગાઉની અને તિર્યંચપંચેન્દ્રિય યુગલિક ૬ ગાઉના પ્રમાણવાળા છે. આહારનું અન્તર મનુષ્યોને ૩ દિવસનું અને યુગલતિર્યંચોને ૨ દિવસનું છે. મનુષ્યોનાં પૃષ્ઠકરંડક ૨૫૬ છે. તુવર કણ જેટલે કલ્પવૃક્ષના ફળાદિકને આહાર છે. ૪૯ દિવસ અપત્યપાલના છે, યુગલનો જન્મ થયાબાદ ૬ માસે છીંક બગાસાદિપૂર્વક કંઈપણ પીડા વિના મરણ પામીને ઈશાન સુધીના દેવલોકમાં યુગલઆયુષ્ય જેટલા વા તેથી હીન આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થાય છે. સ્ત્રીઓની અવગાહના પુરૂષથી કંઈક ન્યૂન (દેશોન ૩ ગાઉની) છે, અને આયુષ્ય પલ્યોપમન અસંખ્યાતમભાગહીન હોય છે, એજ જઘન્યઆયુષ્ય ગણાય છે. પુરૂષનું આયુષ્ય સર્વનું ૩ પલ્યોપમ છે. વળી મનુષ્ય પદ્મગન્ધ–મૃગગન્ધ–સમ–સહ-તેજસ્તલિન–અને શનૈશ્ચારી એ ૬ પ્રકારના છે, ઈત્યાદિસ્વરૂપ તથા ભૂમિનું અને કલ્પવૃક્ષઆદિ યુગલિકક્ષેત્રનું ઘણું સ્વરૂપ પૂર્વે ૫મી તથા ૯૬ આદિગાથાના વિસ્તરાર્થમાં ઘણું
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy