________________
અજ્ઞાનથી પૂર્વોક્ત સિદ્ધાન્ત વિરૂદ્ધ મન્ત-કર્તવ્ય પણ કઈ કઈ સ્થાને કોઈ વ્યક્તિઓ તરફથી પ્રગટ થતાં જોવાય છે. જ્યાં સુધી પરમાત્મદશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સ્વતંત્રપણે “મારી માન્યતાઓ સાચી છે, મારી કલ્પનાઓ યથાર્થ છે” ઇત્યાદિ વાક્યો કિવા વિચારો કોઈ પણ વિચારશીલ વ્યક્તિના મુખમાં અથવા માનસમાં શોભાસ્પદ નથી. “સર્વજ્ઞ થવું અને સર્વજ્ઞ થવા માટે મહર્ષિઓના સિદ્ધાન્તને આશ્રય લઈ તે અનુસારે વર્તન કરવું. ” એજ પરમાત્મા દશા પ્રાપ્ત કરવાના અભિલાષી મુમુક્ષુઓને યેગ્ય છે. પૂર્વોક્ત ફરમાનનું વર્તમાનમાં પ્રાય: કેટલાક માર્ગમાં વિસ્મરણ જેવાય
છે. અને એથી જ એક જ સાધ્યવાળામાં પણ એક બીજાના પદાર્થવિજ્ઞાનને ઉપદેશે તથા વાક્યોમાં વિસંવાદ સ્પષ્ટ જણાય છે. આ ઉપય. ચાલુ જમાનામાં તવાતત્વના રહસ્યથી કેટલાક અજ્ઞાતવર્ગ કેઈ
પણ પદાર્થ (વસ્તુતત્વ) ના નિરૂપણ પ્રસંગે આપ્તપુરૂના અબાધિત સિદ્ધાન્તોને દૂર રાખી કેવલ કલ્પનાના હવાઈ કિલ્લાઓ ખડા કરે છે. પરંતુ “કૃપ મંડૂક’ ન્યાયથી બુદ્ધિમાન વ્યક્તિને એ માર્ગ સ્વીકારવા લાયક નથી જ. પ્રત્યક્ષ-પરોક્ષ કિવા પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન–શબ્દ (આગમ) એ પ્રમાણેથીજ પદાર્થ નિરૂપણ હોઈ શકે. કઈ પદાર્થ પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ હોય. કેઈ અનુમાન પ્રમાણ સિદ્ધ હાય. જ્યારે કોઈ પદાર્થની સિદ્ધિમાં શબ્દ (આગમ) પ્રમાણ પણ અવશ્ય કબુલ કરવું પડે. કારણ કે શબ્દ (આગમ) ના પ્રણેતા રાગદ્વેષ રહિત સર્વજ્ઞ હેઈ તેમના વચનમાં વિરોધાભાસ હોય જ નહિ. અસત્ય પ્રતિપાદન કરવાના કારણે રાગ દ્વેષ ને મેહ છે, એ કારણોને નિલક્ષય કરેલ હાઈ એ મહાન્ વિભૂતિઓના વચનમાં અસત્યને અંશ પણ ન હોય એ નિશ્ચય છે. પ્રસ્તુત વિષયની વિશેષ સિદ્ધિને અર્થે અહિ જણાવવું અસ્થાને નહિજ ગણાય!
જે-વર્તમાનમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી શોધાયેલ ટેલીફેન–વાયરલેસ જેન સિદ્ધાન્તોની ટેલીગ્રાફ-રેડીઓ-ફોનોગ્રાફ વિગેરે યંત્રોથી શબ્દોનું પિલિકપણું યથાર્થતા. સિદ્ધ થાય છે. “બ્રશુરામરામ્” “શદ એ આકાશને
ગુણ છે' એ પ્રમાણે જેરશેરથી ઉોષણ કરતું ન્યાય-કિવા વૈશેષિક દર્શન પણ પૂર્વોક્ત યાંત્રિક પ્રયોગોમાં શબ્દોનું ઉત્પાદન તેમજ કાલાંતરે પણ વક્તા વિના શબ્દોનું ઉત્પાદન થતું જઈ “શબ્દ એ આકાશને ગુણ છે એ માન્યતામાં શિથિલ થયું છે. જ્યારે વસ્તુના સ્વરૂપને હરતામલકવત્ આત્મ પ્રત્યક્ષ કરનારા સર્વજ્ઞ ભગવંતેએ હાલની સાયન્ટીફિક (વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે કોઈ પણ પ્રકારના યાંત્રિક સાધનથી પ્રયોગો (એકસપેરીમેન્ટ) કર્યા સિવાયજ કલેકપ્રકાશકજ્ઞાનના સામર્થ્યથી અનેક વખત ઉોષણા પૂર્વક જણાવેલ છે કે શબ્દ એ આકાશગુણ નથી પરંતુ પુલસ્વરૂપ છે. “મહાનુભાવ તીર્થકર ભગવંતના જન્મ વિગેરે કયાણક પ્રસંગોમાં ઈન્દ્રમહારાજની આજ્ઞાથી હરિણગમેષીદેવે વગાડેલ