________________
૧૭૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. ઉપયોગમાં ન આવે એવી અપેયવૃષ્ટિ, રેગઉત્પન્ન કરનારી વ્યાધિવૃષ્ટિ, ઉગ્રવાયુસહિત તણ અને વેગવંત ધારાઓયુક્ત જળની વૃષ્ટિ તે વંડવૃષ્ટિ ઈત્યાદિ દુઃખકારી વૃષ્ટિએ થાય છે.
છે પાંચમા આરાના પર્યને પૃથ્વીમાં હાહાકાર છે
પૂર્વે કહેલી અનેક કુવૃષ્ટિએ અને આગળ કહેવાતા (આ વિસ્તરાર્થમાં કહેવાતા પરંતુ ગાથામાં નહિં) ભાવાવડે ભરત તથા એરાવતક્ષેત્રની પૃથ્વીમાં હાહાકાર પ્રવન છે, સ્થાને સ્થાને મનુષ્ય પશુઓ અને પક્ષીઓ અત્યંત કરૂણ સ્વરે આકંદ કરે છે, વલવલે છે. ઈત્યાદિ. છે પાંચમા આરાના પર્યને અનેક કુવાયુના સુસવાટ વિગેરે
એ વખતે અતિ કઠોરસ્પર્શવાળા અને ધૂળ ઉડાડતાં મલિન વાયુઓ વાય છે, તે મનુષ્યોને અતિદુઃસહ અને ભયંકર હોય છે. વળી મોટા સંવર્તક વાયુઓ પણ ઘણા ઉગ્ર સ્વરૂપમાં વાય છે, વનસ્પતિઓ મકાન આદિ ઉખેડી ઉખેડી ફેંકી દે છે, વળી દશે દિશાઓ જાણે ધૂમવડે વ્યાપ્ત થઈ હોય તેવી દેખાય છે, ઘણી ઉડતી રજવડે પણ અંધકારમય થાય છે, તેમજ દિવસે પણ સ્વાભાવિક અંધકાર ફેલાય છે. તથા કાળની રૂક્ષતાથી ચંદ્ર અતિશય શીતળતેજથી અને અહિતકર પ્રકાશે છે, અને સૂર્યના તાપપણું જાણે અગ્નિ વર્ષ તે હેાય એવા ઉગ્ર લાગે છે. પુનઃ કાળની રૂક્ષતાથી શરીરો પણ રૂક્ષ થવાથી તે ચંદ્રતેજ અતિ શીત લાગે છે અને સૂર્ય તેજ અતિદુસહ થાય છે.
આ કુદ્રષ્ટિ અને કુવાયુઓથી થતું પરિણામ છે
વક્ત કુવૃદિઆ કુવાયુઓ દુષ્ટપ્રકાશ ઇત્યાદિથી અનેક દેશ નગર ગામ મનુષ્ય પશુઆ પક્ષીઓ અને વનસ્પતિઓના વિનાશ થાય છે, તારાપર્વત તથા શત્રુંજય પર્વત અને ત્રાટ સિવાયના સર્વ નાનામોટાપર્વત વિનાશ પામે છે, ગંગામડાનદી અને સિધુમહાનદીઓના જળપ્રવાહ અત્યંત ઘટતા જાય છે, અને એ સિવાયની શેવ નદીઓ સરોવરો દ્વડ કુંડ ઈત્યાદિ જળાશયે સૂકાઈ જય છે, ભૂમિ બહુ ભાડાવાળી ઘણી કાંટાવાળી ઉંચી નીચી અને બહુ ધૂળવાળી તથા બહુ રેતીવાળી બહુ કાદવકીચડવાળી, અગ્નિસરખી ગરમ અને મનુષ્યાદિને સુખે ન બેસાય ન સૂવાય અને ન ચલાય એવી થાય છે. છે પાંચમા આરાના પર્યન્ત બીજ મનુષ્યાદિકનાં સ્થાન છે
પૂર્વોક્ત પ્રકારે ભરત તથા એરવતક્ષેત્રમાં પ્રવર્તતા પ્રલયકાળ સરખા કાળમાં અતિશત અને ઊષ્ણુતાથી વ્યાકુળ થયેલા ઘણુ મનુષ્ય તે મરણ પામે છે, અને