________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાર્થ સહિત...
પાંચમા આરાના અન્તે ધમ વિગેરેના અન્ત
આ આરાના મનુષ્યેા યથાયેાગ્ય ચારે ગતિમાં ઉત્પન્ન થનારા હોય છે, યાવત ચેાથા આરાના જન્મેલા આ આરામાં મેાક્ષમાં પણ જઈ શકે છે. તથા આ આરાના પર્યન્ત ભાગે જિનધર્મ –ગણુ—અન્ય દર્શનના ધર્મ-રાજ્યનીતિ–માદર અગ્નિ –રાંધવું વિગેરે પાક વ્યવહાર–ચારિત્રધર્મ —એ સર્વ વિચ્છેદ પામશે. કદાચિત્ કાઈકને સમ્યકત્વધર્મ હાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે—
૧૭૬
सुअर संघ धम्मा, पुव्वन्हे छिज्जही अगणि सायं । निविमलवाहणा सुहममंति तद्धम्म मज्झन्हे ॥ १ ॥
પાંચમા આરાના પર્યન્તે શ્રુતધર્મ આચાર્ય સંઘ-અને જિનધના પૂર્વોન્હે (પહેલા પ્રહરે) વિચ્છેદ થશે, ખાદર અગ્નિ સંધ્યાકાળે વિચ્છેદ પામશે, વિમલવાહન રાજા, સુધર્મ મંત્રી, અને તેના રાજધર્મ મધ્યાન્હકાળે વિચ્છેદ પામશે. એ પ્રમાણે પ્રાયઃ સર્વ અવસર્પિણીઓના પાંચમા આરામાં સરખું જ જાણવું.
વિશેષમાં આ અવસર્પિણીના પાંચમા આરાના અંતે શ્રી દુ:પસહસ્રર નામના આચાર્ય, બ્રુશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકા ગશે, એજ ચતુર્વિધ સંઘના કાળધર્મ થતાં પહેલા પ્રહરે સઘના વિચ્છેદ થશે. શ્રી દુ:પ્રસહસૂરિના કાળધર્મથી ચારિત્રધર્મના પણ પહેલા પ્રહરે વિચ્છેદ થશે. ઈત્યાદિ.
-
અવતરણ:———એ પ્રમાણે ધર્માદિકના અન્ત થયા બાદ શું થશે તે કહે છે: खारग्गिविसाईहिं, हा हा भूआकयाइ पुहवीए । खगबीय बियड्डाइसु, णराइबीयं बिलाईसु ॥ १०३ ॥
* અહિં પતે એટલે કંપા વિચ્છેદ કેટલા દિવસાદિ બાકી રહ્યે થશે તેના નિયતકાળ કહ્યો નથી, માત્ર પાચમાં આરાના છેલ્લા ત્રીજા ભાગરૂપે ૭૦૦૦ વર્ષ પૂર્ણ થયે કહ્યું છે, તે ઉપરથી પાંચમા આશના છેલ્લા દિવસે સંભવે, અને ' શ્રીવીરપ્રભુનું ૨૧૦૦૦ વર્ષનું શાસન કહ્યુ છે એ હેતુ વિચારતાં ૩ વર્ષ ૧૭ પક્ષ પહેલાં શાસન વિચ્છેદ થાય, માટે નિશ્ચિતકાળ શ્રીબહુશ્રુતગમ્ય. અપેક્ષાથી બન્ને રીતે માનતાં પણ કોઈ વિસંવાદ નથી. પુનઃ જો છેલ્લા દિવસે માનીએ તે આગળ કહેવાતી ૧ ૦૩ મી ગાથામાં કહેવાતા ક્ષારયાદિ ભાવેને પણ ૧૦૦ વર્ષને શેષ ફાળ પાંચમા આરામાં હાવા જોઇએ એમ કહ્યું છે ત્યાદિ યથાસભવ વિચારવું.