SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત વૃક્ષ એવાં પ્રકાશે છે કે જાણે દિવસ હોય એમ જણાય છે. જેથી રાત્રે પણ પ્રકાશસ્થાનમાં યુગલિકને ગમનાગમન વ્યવહાર સુગમતાથી થઈ શકે છે. ૧ કપ પલ્પ–દીપ એટલે દીવા સરખું તેજ આપવામાં અંગ-કારણ ભૂત એવાં વૃક્ષો તે હiા વૃક્ષ કહેવાય. આ વૃક્ષનાં ફળ આદિ સર્વોત્તમ દીવા સરખા તેજવાળાં છે, જેથી ઘરમાં દીવો પ્રકાશ કરે છે, તેમ તે દીપવૃક્ષે ત્યાંના અંધકાર સ્થાનમાં રાત્રે પ્રકાશે છે. [ જ્યાં તિરંગ ન હોય ત્યાં એ દીપાંગ વૃક્ષથી પણ પ્રકાશ થાય છે. ] જેથી યુગલિકક્ષેત્રોમાં કંઈ સ્થાને તિરંગથી સૂર્ય સરખો તીવ્ર પ્રકાશ હોય છે, અને કંઈ સ્થાને દીપાંગવૃક્ષથી દીપ સરખા પ્રકાશ પણ હોય છે. ૬ ત્રિા સ્પઝૂલ–ચિત્ર એટલે વિચિત્ર પ્રકારની પુષ્પમાળાઓ, તેની પ્રાપ્તિમાં અંગ એટલે કારણ રૂપ એવાં વૃક્ષે તે ચિત્રાંગ કલ્પવૃક્ષો. આ વૃક્ષનાં ફળાદિ તથા પ્રકારના સ્વભાવથી જ વિવિધ પ્રકારની પુષ્પમાળાઓ રૂપે પરિણામ પામેલાં હોય છે, માટે યુગલિકાને પુષ્પમાળા પહેરવામાં આ વૃક્ષે ઉપયોગી છે. ૭ ત્રિરસ વસં–ચકવતી આદિ મહાપુરૂષોના વખતે જેવા પ્રકારની રસવતીઓ ક્ષીર દૂધપાક શીખંડ બાસૂદી મોદક મીઠાઈઓ ભાત દાળ શાક આદિ પાકશાસ્ત્રની વિધિ પ્રમાણે બનતી હતી તેવા પ્રકારની સર્વ રસવતીઓ ભજનના સ્વાદવાળાં ફળાદિ આ વૃક્ષનાં હોવાથી ત્રિ-વિચિત્ર રમરસતીઓ ભેજનું પં–કારણ તેરિકામાં વસે એવું નામ છે. આ વૃક્ષના ફળાદિકથી યુગલિકેની સર્વ પ્રકારના આહારની ઈચ્છા તૃપ્ત થાય છે. ૮ મા જWઅહિં મણિરત્ન સુવર્ણાદિકના હાર અર્થહાર ઈત્યાદિ આભરણે તે માળ, તેનું કારણભૂત જે વૃક્ષો તે મા વૃક્ષ. અથવા મણિ એટલે મણિરત્ન વિગેરેનાં મા--આભરણ રૂપ અવયવો તે મર્યાગ. એ પણ અર્થ છે. આ વૃક્ષનાં ફળાદિ તથા પ્રકારના સ્વભાવથી જ મણિરત્ન સુવણદિકના હાર અર્ધહાર મુકુટકુંડલ નુપૂર કંકણ બહિરખાં ઈત્યાદિ આભરણ રૂપે ૧ અર્થાત કોઈ કલ્પવૃક્ષનું ફળપત્રાદિ ચક્રવર્તીની ખીરસરખા સ્વાદવાળું, કોઇનું ફળ પત્રાદિ શીખંડસરખા સ્વાદવાળું ઈત્યાદિ રીતે ચિત્રરસકપક્ષે પણ ભિન્ન ભિન્ન રસયુક્ત ફળાદિવાળાં છે. એ રીતે યથાસંભવ દશે પ્રકારમાં વિચારવું યુગલિકોને ખેતી નથી, લેખનવ્યવહાર નથી, શસ્ત્રવ્યવહાર નથી, વિવાહ પરણવું ઇત્યાદિ નથી, પરંતુ સગપણ છે. ફળને પકવવાનું પણ નથી, તેમ તે વખતે અગ્નિ પણ હેય નહિ.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy