________________
૧૧
કુવર્ણનાધિકાર. થાઉં –એ પ્રમાણે પાંચસો જન ઉંચાં ૧૬૬ કૂટ છે, તે ફટમાં જે દીર્ધ પર્વત છે, તેની પૂર્વદિશાના પર્યતે નદીદિશિના પર્યન્ત અને મેરૂ દિશિના પર્યતે સિદ્ધકૂટ છે, તેમાં જિનભવને છે કે ૬૮ છે
વિસ્તYI –પૂર્વે બે ગાથામાં જે ૧૬૬ કૂટ ગણાવ્યાં તેમાં ૧૫૦ કુટ ૨૬ દીર્ધ પર્વતનાં છે, અને ૧૬ કુટ એક મેરૂ પર્વતનાં હોવાથી વૃત્તપર્વતનાં છે. ત્યાં એ મેરૂ પર્વતનાં ૧૬ કૂટમાં એક પણ કુટઉપર શાશ્વતજિનભવન નથી, પરન્તુ ૨૬ દીર્ઘ પર્વત ઉપરના એકેક કૂટઉપર શાશ્વતજિનભવન એકેક છે, જેથી તે શાશ્વતજિન ભવનમાં શ્રી સિદ્ધભગવંતની શાશ્વતપ્રતિમા હોવાથી એ જિનભવન પણ સિદ્ભયતન [ સિદ્ધનું આયતન એટલે મંદિર ] કહેવાય, અને તે કૂટ પણ સિદ્ધ કહેવાય, પરંતુ દરેક પર્વતનાં ૧૧ વા ૮ વા ૯ ઈત્યાદિ કૂટોમાં તે સિદ્ધકૂટ કયે સ્થાને હોય? તે દર્શાવવાનો પ્રસંગ છે, માટે આ ગાથામાં તે સિદ્ધકુટનાં સ્થાન દર્શાવે છે તે આ પ્રમાણે
છ વર્ષધર પર્વત ઉપર જે ૧૧-૧૧-૮-૮-૯-૯ ફુટ પૂર્વે કહ્યાં તેમાં પૂર્વદિશાનું જે પહેલું પહેલું કૂટ પૂર્વસમુદ્રપાસે છે તે છે એ કૂટ સિદ્ધકૂટ છે, ત્યાં ૧૧ આદિ ટોની પંક્તિ પૂર્વ પશ્ચિમ દીર્ઘ છે, તેથી સિદ્ધકૂટ પૂર્વદિશામાં પર્યન્ત રહેલું છે, માટે ગાથામાં પુવકિસિ અંતે કહ્યું છે.
તથા ૧૬ વક્ષસ્કારપર્વતનાં દરેકના ચાર ચાર ફૂટની પંક્તિ ગિરિનદી પર્યન્ત દીધું છે, એટલે પહેલું સિદ્ધકુટ નદી તરફ પર્યન્ત છે, અને છેલ્લું કુટ નિષધ અથવા નીલવંતપર્વત તરફ પર્યન્ત છે, જેથી વક્ષસ્કારગિરિનું દરેક સિદ્ધકુટ સીતા અથવા સીતાદા નદી પાસે છે, માટે ગાથામાં જરૂરિસિ મંતે કહ્યું છે.
તથા ચાર ગજદંતગિરિઉપર જે ૩૦ ફૂટ ગણાવ્યાં તેમાં જે પહેલું પહેલું સિદ્ધકુટ છે તે મેરૂતરફ એટલે મેરૂપર્વતની પાસે છે, અને શેષ કુટ નિષધ તથા નીલવંતપર્વતતરફ પંક્તિબદ્ધ છે. માટે માથામાં મેવસિ સંતે કહ્યું છે. એ રીતે હિતિ મતે એ પદ ત્રણે સ્થાને સંબંધવાળું છે. અને સિદ્ધના સ્થાનને અંગે ૨૬ દીર્ધ પર્વતના ત્રણ વિભાગ થયા.
તથા એ ર૪ દીર્ધ પર્વતમાં દર વર્ષ પૂર્વથી પશ્ચિમ દીર્ઘ છે, ૧૬ વક્ષસ્કારપર્વ ઉત્તરથી દક્ષિણ દીધું છે, અને જેનો એક છેડે નિષધ નિલવતને
સ્પશેલ છે, તથા બીજે છેડે સીતાદા સીતા નદીને સ્પર્શે છે. તથા ૪ ગજતગિરિ પણ ઉત્તરથી દક્ષિણ દીધું છે, અને દરેકને એક છેડે નિષધ નીલવંતને યથાસંભવ સ્પશ્યો છે, અને બીજે છેડે મેરૂ પર્વતની પાસે પહોંચેલે