________________
*
*
^
^
^^^
^^^^^^^^
^
^
કૃઢ વર્ણનાધિકાર
૧૧૩ થાર્થ –વર્ષધરપર્વતના ત્રણ યુગલમાં દરેક ઉપર અનુક્રમે અગિઆર આઠ અને નવકૂટ છે, એ ૫૬ ગિરિકૂટ થયા, તથા સોળ વક્ષસ્કાર પર્વત ઉપર દરેકે-૪-૪ ફૂટ છે તે ૬૪ ફૂટ થયા. ૬પ છે
તથા સોમનસ અને ગંધમાદન એ બે નામના ગજદંત પર્વત ઉપર ૭–૭ ફૂટ છે, અને વિદ્યુ—ભ તથા માલ્યવંત એ બે ગજદંતગિરિ ઉપર દરેકે ૮-૮ ફૂટ છે, માટે સર્વમળીને ૩૦ ફુટ થયા, તથા ૮ કુટ નંદનવનમાં અને ૮ કરિકૂટ [ભદ્રશાલ વનમાં છે એ ૧૬ ફૂટ મેરૂપર્વત સંબંધિ જાણવા] . ૬૬
વિસ્તા–લઘુહિમવંત અને શિખર એ બે પર્વતે તે પહેલું યુગલદ્વિક કહેવાય, અથવા બાહ્ય ગિરિયુગલ કહેવાય તે દરેક ઉપર ૧૧-૧૧ ફૂટ શિખરે છે, તથા મહાહિમવંતપર્વત અને રૂફમી પર્વત એ મધ્ય વર્ષધયુગલ કહેવાય, તે દરેક ઉપર ૮-૮ શિખરે છે, અને નિષધપર્વત તથા નીલવંતપર્વત એ અ ન્ડરવર્ષધર યુગલ ગણાય, તે દરેક ઉપર ૯-૯ શિખરો છે, એ પ્રમાછે છ વર્ષધર પર્વત ઉપર [ ૨૨+૧૬+૧૮= ]પદ શિખરે થયાં, આ ગણતાં શિખરે પર્વત ઉપરનાં હોવાથી એ પ૬ ગિરિકૂટ ગણાય.
તથા મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજોના આંતરડામાં જે ૧૬ વક્ષસ્કાર પર્વતો આવેલા છે તે દરેક ઉપર ૪-૪ શિખરો હેવાથી ૬૪ ગિરિફૂટ વક્ષકારનાં છે. ૬૫
તથા મહાવિદેહ ક્ષેત્રમાં દેવકુફ તથા ઉત્તરકુરૂક્ષેત્રની મર્યાદા બાંધનારા બે બે પર્વત 11=હાથીના વંત=રંતુશળ સરખા વકઆકારવાળા છે તેથી તે ચાર ગજદંતગિરિ કહેવાય છે, ત્યાં મેરૂ પર્વતના અગ્નિકોણે સેમસ, અત્યકોણે વિદ્યુપ્રભ, વાયવ્યકે ગંધમાદન અને ઈશાનકેણે માલ્યવંત નામના ગજદંતગિરિ છે, ત્યાં એમનસ અને વિદ્યુપ્રભ એ બેના અંતરાલમાં દેવકુરૂ ક્ષેત્ર છે, અને ગંધમાદન તથા માલ્યવંતની વચ્ચે ઉત્તરકુરૂક્ષેત્ર છે, માટે એ બે બે પર્વતે કુરૂક્ષેત્રની મર્યાદા બાંધીને રહ્યા છે, ત્યાં સોમનસ અને ગંધમાદન એ બે ગજદંતગિરિ ઉપર ૭-૭ શિખરો છે, અને વિદ્યુ—ભ તથા માલ્યવંત એ બે ઉપર ૮-૮ શિખરે છે, જેથી ૧૪ અને ૧૬ મળી ૩૦ શિખરે ચાર ગજદંતગિરિનાં છે.
"અહિં ૮-૮ ને બદલે -૮- શિખરે છે, પરંતુ ૧-૧ શિખર હજાર જન ઉંચુ હેવાથી સહસ્ત્રાંટ તરીકે આગળ ૭૦ મી ગાથામાં જૂદુ ગણાશે માટે અહિ ૮-૮ ફેર ગયાં છે.