________________
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. इअ बीअ परिकेवो, तइए चउसुवि दिसासु देवीणं । चउ चउ पउमसहस्सा सोलस सहसाऽऽयरकाणं ॥४४॥
શબ્દાર્થ –
rગ વીક-એ બીજો રિવો–પરિક્ષે૫; વલય તા-ત્રીજા વલયમાં
સોસ સા–સેલહજાર બાવરા –આત્મરક્ષકોનાં, અંગરક્ષક
દેવાનાં
સંસ્કૃત અનુવાદ, इति द्वितीयपरिक्षेपः, तृतीये चतसृषु अपि दिशासु । चत्वारि चत्वारि पद्मसहस्त्राणि, षोडश सहस्त्राण्यात्मरक्षकाणाम् ॥४४॥
—એ પૂર્વગાથામાં બીજે પરિક્ષેપ (બીજું વલય) કો. હવે ત્રીજા વલયમાં ચારે દિશાએ ચાર ચાર હજાર કમળો મળી સોળહજાર કમળ છે તે દેવીના આત્મરક્ષક દેવાનાં કમળ છે (અર્થાત્ દેવીના અંગરક્ષક દેવો ૧૬૦૦૦ છે.) જ છે
વિસ્તા–સુગમ છે. વિશેષ એજ કે-દેવીના અંગને કોઈપણ જાતનું નુકશાન થવા ન પામે તેવી રીતે ઉઘાડાં શસ્ત્ર કરી નજર રાખનારા સાવધાન વૃત્તિવાળા ૧૬૦૦૦ દેવ છે, તે દેવી સભામાં બેસે ત્યારે પણ ઉઘાડાં શસ્ત્ર રાખી ચાર દિશામાં ચાર ચાર હજારની સંખ્યાએ ગોઠવાઈ જાય છે. માટે એ અંગરક્ષક દેવે કહેવાય છે, ઈન્દ્રાદિ સર્વ અધિપતિ દેને સામાનિક અંગરક્ષક સૈન્ય અને સભાના દે હોય છે, તેમજ આભિગિક દેવો પણ હોય છે. એ ૧૬૦૦૦ અંગરક્ષક દેવનાં ચારે દિશાએ ચાર ચાર હજાર કમળ છે ૪૪
નવતર –હવે આ ગાથામાં મૂળ કમળને ફરતાં આભિયોગિક દેવોનાં ત્રણ વલય એટલે ૪-૧-૬ વસ્ત્ર કહે છે
अभिओगाइतिवलए, दुतीसचत्ताऽडयाललक्खाई। इगकोडिवीसलका, सड्ढा वीसं सयं सव्वे ॥ ४५ ॥