________________
પરમોત્કૃષ્ટ જેનાચાર્યપદે વિરાજી, વિજયમહનસૂરિજીએ પોતાના જન્મદાતા, પિતાશ્રી મૂળચંદભાઈને તેમજ માતુશ્રી જડાવબાઈને પુણ્યવંત માતપિતા તરીકે યશઃ ઉજવલિત કર્યા. મુક્તિપુરી સિદ્ધક્ષેત્રના શ્રીગેડીપાર્શ્વનાથજી મંદિરના જ પરમાણુ પાપિત વીરલાલ મોતીચંદભાઈએ પોતાના જીવનના લગભગ બાવીશમાં વર્ષના પ્રવેશસમયે, અખંડ પ્રતાપી શ્રીમદ્ ( ગુરૂશ્રી મૂળચંદજી ) મુક્તિવિજયજી ગણીના પટ્ટધર શાંતમૂર્તિ બાલબદ્મચારી શ્રીમદ વિજયકમળસરીશ્વરજી જેવા ધર્મધુરંધર નાવિકને પોતાની જીવનદોરી સપી, ઉમંગભેર પોતાનું જીવનનાવ જૈનધર્મ સાગરે ઝુકાવી સંવત્ ૧૫૭ ના માઘકૃષ્ણ દશમીના શુભલગ્ન કેવળ મોક્ષ પ્રાપ્તિ અર્થે દીક્ષા અંગીકાર કરી.
યુવાવસ્થામાં આલેખાયેલા જૈન પાઠશાળાના અભ્યાસક તેમજ ધર્મજ્ઞાનાભ્યાસી બાલવૃદ્ધના અધ્યાપક, સાધુ સાધ્વી સમુદાયના ધાર્મિક તેમ સંસ્કૃતના પ્રધાનશિક્ષક, હવે આત્મશિક્ષકનો આદર્શ સિદ્ધ કરવા પરાકાષ્ટાની કસોટીએ ચઢયા. મોતીચંદભાઈ પુનિત વિજય વર્ગમાં મુનિશ્રી મેહનવિજયજી તરીકે સંબોધાયા.
વોરધર્મની ગળથુથી સૂરીશ્વરજીનાં રગરગના રક્તમાં બાલ્યાવસ્થાથી જ એટલે અંશે તે વ્યાપક થઈ ગઈ હતી કે, સાંસારિક ગૃહાવસ્થાને પ્રેમવેગ પણ અંતે નેત્રપલકારામાં જ કેવળ શુષ્ક રણવ નિવડ્યા. સંયમરણક્ષેત્રે ઝુકેલા મુનિરાજે અહર્નિશ જ્ઞાનાભ્યાસમાં મશગુલ બની એક એક વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, સિદ્ધાંત, કર્મગ્રન્થ, દ્રવ્યાનુગાદિ વિષયમાં નિષ્ણાત થઈ જેનાગમવિશારદ તરીકેની જેન આલમમાં અજોડ ખ્યાતિ મેળવી.
પંચાવન વર્ષની પ્રેઢાવસ્થામાં પણ સૂરીશ્વરજીની જ્ઞાનાભ્યાસમાં તરવરતી યુવાવસ્થા સમયની ધગશ, ગીતાર્થ ગુરૂવર્યની દિવ્ય અમાપ શક્તિનું દર્શન દર્શનાભિલાષીઓને આશ્ચર્ય ચકિત ! ! ! બનાવે છે.
જિનાજ્ઞાગર્ભિત શાસ્ત્રજ્ઞાન ભંડારની સાથે સૂરીશ્વરજીની લેહ ચુંબક સમી અદ્વિતીય પ્રખર દેશના શક્તિથી, તત્કાળ શ્રોતાવર્ગમાં મેરાતી વિજળીક શક્તિને ચમત્કાર, સ્વાનુભવ દ્વારા થાય છે.
જ્ઞાતા શક્તિ તે પુણ્યવંતો પ્રાપ્ત કરી શકે, પરંતુ જ્ઞાતા અને અમેઘ જ્ઞાનદાતા શક્તિને ગંગા યમુના સંગ તે કઈક શ્રી મોહનસૂરીશ્વરજી જેવા મહર્ષિના પરમપુણ્યવંત ભાગ્ય લલાટેજ જાયેલે હોય.