________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. જે વર્ષધર પર્વતની ઉંચાઈ અને વસ્તુ : બહારના બે પર્વ એટલે લઘુહિમવંત પર્વત અને શિખરી પર્વત તે સે જન ઉંચા અને સુવર્ણ પીતવર્ણન છે. તથા મધ્યના એટલે બે પર્વતેની વચ્ચેના બે પર્વતે (અર્થાત્ લઘુ હિમવંત અને નિષધ એ બેની મધ્યમાં આવેલ મહાહિમવાનું પર્વત, તથા શિખરી અને નીલવંત એ બેની વચ્ચે આવેલે રૂફમી પર્વત, એ પ્રમાણે એ બે મધ્ય પર્વત બસો
જન ઉંચા છે. અને સોના રૂપાના છે, એટલે મહાહિમવત પર્વત સુવર્ણ છે, અને રૂમી પર્વત રૂપાનો છે. શ્રી જબુદ્વીપપ્રાપ્તિમાં મહાહિમવંતને સર્વ રત્નમય કહેલું હોવાથી વેતવર્ણને ગણે છે, પરંતુ બ્રહક્ષેત્રસમાસવૃત્તિ આદિમાં પીળા સુવર્ણને કહે છે, તે કારણથી જંબદ્વીપના નકશાઓમાં પણ એ પર્વતને પીળા વર્ણથી ચિતરેલ હોય છે. તથા અભ્યન્તરના એટલે છએ પર્વતેમાં અંદર ભાગે રહેલા નિષધ અને નીલવંત એ બે પર્વત ચારસો યેાજન ઉચા છે, તથા નિષધ લાલવર્ણન તપનીય જાતિના સુવર્ણન છે, અને નીલવંત પર્વત લીલા વર્ણના વૈર્યરત્નને એટલે પાનાનો છે. છે
એ પર્વતની જે ઉંચાઈ કહી તે જમીનથી ગણવી, પરંતુ પર્વતના મૂળમાંથી ન ગણવી, કારણ કે મેરૂ સિવાયના અઢીદ્વિીપવતી સર્વ પર્વત ઉંચાઈના ચોથા ભાગ જેટલા જમીનમાં પણ ઉંડા દટાયેલા છે, જેથી મૂળમાંથી ગણતાં સે જન ઉંચાઈવાળે પર્વત સવા યોજન ઊંચા થાય અને ચારસો જન વાળ પર્વત પાંચસો જન ઉચા થાય છે, પુન: એ પર્વતના શિખરોની ઉંચાઈ એથી પણ જૂદી ગણવી, અને એ છએ વર્ષધર પર્વત ઉપર પાંચ પાંચ
જન ઉંચાં મહાન શિખરે છે, જેથી શિખરની ટોચ સુધી ગણતાં સો જન ઉંચાઈવાળે પર્વત મૂળ અને શિખર સહિત સવાછ જનને થાય છે.
આ વર્ષધર પર્વત ઉપરાન્ત બીજા કોઈપણ શાશ્વત પર્વત ઉપર મનુ ચઢી શકે એવા માર્ગ નથી, માટે દેવની સહાય વિના મનુષ્યથી ઉપર ન જઈ શકાય, એટલું જ નહિ, પરંતુ પર્વતની પાસે પણ જઈ શકાય તેમ નથી, કારણકે વચમાં વેદિકા આડી આવે છે, અને વેદિકા બે ગાઉ સીધી ઉંચી હોવાથી ઉલંધી શકાય નહિં. એ ૨૫ .