________________
શ્રી જૈન જ્ઞાન ભાગર તીર્થ આશ્રયી છે, જેમ પાર્શ્વનાથના તીર્થથી, વર્ધમાન હવામીન તીથે આવી, ચાર મહાવતરૂપ ધર્મ ત્યાગીને પંચ મહાવતરૂપ ધર્મ આદરે તેને હેય.
- ત્રીજુ પરિહાર વિશુદ્ધ ચારિત્ર-ત૫ વિશેષ તેણે કરી વિશુદ્ધિ એટલે કર્મની નિર્જરા જે ચારિત્રને વિષે હોય તેને પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહીએ તે બે ભેદ છે. તેમાં પહેલું જે ચાર જણ વિવક્ષિત ચારિત્રના આ સેવક એ કલ્પમાં પ્રવર્તતા હોય તેનું ચારિત્ર તે નિર્વિશમાનસિક પરિહાર વિશુદ્ધિક ચારિત્ર જાણવું અને બીજું, જે ચાર જણે તેના અનુચારી હોય તેને નિવિષ્ટકાઈક પરિહાર વિશકિ ચારિત્ર જાણવું. તે આ રીતે - નવ જણને ગ૭ જુદે નીકળે તે તીર્થકર પાસે અથવા પૂર્વે જેણે તીર્થંકર પાસેથી એ ચારિત્ર પડિત જવું હોય તેની પાસે એ ચારિત્ર પડિવજે હવે તે નવ સાધુમાં ચાર જણ પરિહારક એટલે તપના કરનાશ થાય તે નિર્વિશમાનસિક જાણવા અને ચાર તેના તૈયાવચ્ચના કરનારા થાય તે નિવિષ્ટકાયિક જાણવા તથા એકને વાચનાચાર્ય ગુરુસ્થાનકે ઠવે પછી તે ચાર પરિહારિક છ માસ સુધી તપ કરે, તેમાં ઉણકાળે જઘન્યથી ચાથ, મધ્યમથી છઠુ અને ઉત્કૃષ્ટથી અઠ્ઠમ એ તપ કરે અને શાંત કાળે જઘન્યથી છઠ્ઠ, મધ્યમથી અડ્ડમ અને ઉત્કૃષ્ટથી દશમ તથા વર્ષાકાળે જઘન્યથી અઠ્ઠમ, મધ્યમથી દશમ અને ઉત્કૃષ્ટથી દ્વાદશ કરે, પારણે આયંબીલ કલ્પસ્થિતપણે નિત્ય કરે, એમ છ મહિના તપ કરે, તે પછી ફરી વાર તપસ્યાના કરનાર તે વૈયાવચ્ચીકા થાય અને વૈયાવચ્ચ કરનાર તપિયા થાય તે પણ છ માસ લગે તપ કરે, તે વાર પછી ગુરુ વાચનાચાર્ય છ માસ લગી તપસ્યા કરે તે વારે આઠ મહિના સુધી તપ સંપૂર્ણ કરી પછી જિનકપ આદરે અથવા ગછમાં પણ આવે, એ ત૫ જે પ્રથમ સંઘયણી, પૂર્વ ઘર, લબ્ધિવંત હોય તે પ્રચૂર કર્મના પરિપાકને અર્થે અંગીકાર કરે, એ ચરિત્ર પાંચ ભારત, પાંચ એ વતમાં પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં હેય. એ પરિહાવિશુદ્ધ ચારિત્રને સંક્ષેપથી વિચાર કહ્યો,
ચેથું સૂક્ષ્મસંપરા ચારિત્ર સૂક્ષમ છે કષાય જ્યાં તેને સૂક્ષ્મ સંપરા ચારિત્ર કહીએ તે ઉપશમશ્રેણીઓ કર્મ ઉપશમાવતાં અથવા ક્ષપકશ્રેણીએ કર્મ ખપાવતાં હોય ત્યાં નવમે ગુણઠાણે તેમના સંખ્યાતા ખંડ કરી તેને ઉપશમીવાળે જે હોય તે ઉપરામ તથા ક્ષપકણીવાળે હોય તે ખપાવે, તે સંખ્યાતા ખંડ માહે જે વાર છે એક ખંડ રહે તેના અસંખ્યાતા સૂમ ખંડ કરીને દશમે ગુજૂઠાણે ઉપશમાવે અથવા ક્ષેપક હોય તે ખપાવે, દેશમાં ગુણઠાણાનું નામ સુમસં૫રાય અને ચારિત્રનું નામ પણ સમjપરાય જાણવું એ ચારિત્ર બે ભેદ છે, એક શ્રેણી ચઢતાને વિધિ માનસિક હોય, બીજે ઉપશમ શ્રેણીથી પડતાને સંકલિમાનસિક જાણવું ઉપરામિકને એ ચારિત્ર આખા સંસારમાં પાંચ વાર અને એક ભવમાં બે વાર આવે.
પાંચમું યથાખ્યાત ચારિત્ર–તે જયાં તથવિધેિ કરીને અકષાયપણું અર્થાત જ્યાં સંજવલનાદિકે કરી સર્વથા ઉહિતપણું કહીએ તે યથાખ્યાત ચા સ્ત્ર જાણવું તેના બે ભેદ છે. એક છત્રથિક અને બીજો કેવર્થિક છન્નચ્છિક તે છવાસ્થ ઉપથમિકને અગિયારમે ગુણ ઠાણે હેય, અને ક્ષેપકને નામે ગુણપણે હાય, બીજે કેવળી તેને તેરમે અને ચૌદમે ગુણ કાણે હેય, તે કેવળિક જાણવું. એ ચારિત્ર સમસ્ત જીવલેકને વિષે પ્રસિદ્ધ છે. તે કેવી રીતે પ્રસિદ્ધ છે. તે કહે છે. જે ચારિત્ર આચરીને સુવિહિત સાધુ તે અજરામર સ્થાનક પામે એટલે જન્મ, જરા અને માણું રહિત એવું જે મોક્ષરૂપ સ્થાનક તે પામે, ઈતિ સંવત-૨,