SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી નવ તત્વ વ્યવહાર વિસ્તાર ન કરી ૫૬૦ ભેદ અજીવતત્વના કહે છે. ૧ ધમસ્તિકાય-દ્રવ્યથકી એક, રૂક્ષેત્રથકી આખા લેક પ્રમાણે ૩ કાળ થકી અનાદિ અનંત ૪ ભાવથકી અવણે, અગધે, અરસે, અફસે, અમૂર્તિ, ૫ ગુણથકી ચલણ સહાય, ૬ અધર્માસ્તિકાય-દ્રવ્યથકી એક, ૭ ક્ષેત્રથકી આખા લેક પ્રમાણે, ૮ કાળથકી અનાદિ અનંત, ૯ ભાવથકી અવણે અગધે, અસે, અફાસે, અમૂર્તિ, ૧૦ ગુણથકી સ્થિર સહાય, ૧૧ આકાશાસ્તિકાય-દ્રવ્યથકી એક, ૧૨ ક્ષેત્રથકી કાક પ્રમાણે, ૧૩ કાળથકી અનાદિ અનંત, ૧૪ ભાવથકી અવણે, અગધે, અરસે, અફાસે, અમૂર્તિ, ૧૫ ગુણથકી અવગાહનાદાન, ૧૬ કાળ-દ્રવ્યથકી અનેક, ૧૭ ક્ષેત્રથકી અઢીદ્વીપ પ્રમાણે, ૧૮ કાળથી નૂન ભાગરૂપ દેશ તથા જે કેવલની દષ્ટિએ પણ એક ભાગના બે ભાગ થઈ શકે નહિ, એવો અતિ સુક્ષ્મ અંધને અભિન્ન ભાગ નિવિભાજ્યરૂ૫ તે પ્રદેશ, તેની જ જ્યારે સ્કંધથી ભિન્ન કલ્પના થાય ત્યારે તે પરમાણું કહેવાય છે એ પુદ્ગલોનું નિશ્ચયપણે લક્ષણ છે. કાળપ્રત્યના ભેદ દર્શાવે છે, એક કોડ, સડસઠ લાખ, સોતેર હજાર, બસે અને સેલ ઉપર એટલી આવલિકા એક મુહર્તમાં થાય છે એનો ભાવાર્થ કહે છે-આંખના એક પલકારામાં અથવા એક ચપટી વગાડવામાં યા શું વસ્ત્ર ફાડવાને વખતે એક તંતુથી બીજા તંતુએ જાય તથા કમળના પાંદડાના સમૂહને યુવાન પુરુપ ભાલાવડે વીંધતાં એક પાંદડાથી બીજે પાંદડે ભાલુ પહોંચે. એટલા વખતમાં અસંખ્યાતા સમય થઈ જાય, એટલે વસ્ત્ર અથવા પત્ર ફાડવાના આરંભમાં સુક્ષ્મ ક્ષણરૂપ જે કાળ હોય છે, જેને વિભાગ થઈ શકે નહિ, જેને ભૂત અને ભવિષ્ય વિષે વિચાર થાય નહિ, એટલે વસ્ત્ર અથવા પત્ર ફાડતાં પ્રથમ વર્તમાનકાળરૂપ અતિ સૂક્ષ્મ કાળનું ઉલ્લઘન થઈને તે ક્યારે ભૂતકાળ થયો છે કે વર્તમાન કાળ છે ? અને ક ભવિષ્યકાળ થવા યોગ્ય છે કે તેનું અનુમાન થઈ શકે નહિ. તેને સર્વ લધુકાળરૂપ સમય કહે છે. એવા અસંખ્યાત સમયને આવલિકા કહે છે. એવી બને છપન આવલિકાને એક મુલ્લક ભવ હોય છે. એ કરતાં બીજા કઈ પણ નાના ભવની કલ્પના થઈ શકે નહિ. એવા કાંઈક અધિક સત્તર ક્ષુલ્લક ભવમાં એક શ્વાસોશ્વાસરૂપ પ્રાણુની ઉત્પત્તિ હોય છે, એવા સાત પ્રાણોત્પત્તિ કાળને એક સ્તક કહે છે. એવા સાત સ્તંક સમયે એક લવ હોય છે. એવા સત્યેતર લવે બે ઘડીરૂપ એક મુહુત હોય છે. ત્રીસ મફતે એક અહોરાત્રરૂપ દિવસ થાય છે, પંદર હિરાત્રિએ પખવાડીયું થાય છે, બે પખવાડિયે એક મહિને થાય છે, બાર મહિને એક વર્ષ થાય છે, તેમજ અસખ્યાતા વર્ષે એક પલ્યોપમ થાય, તેવા દશ કોડાકોડી પલ્યોપમે ૧ સાગરોપમ થાય, તેવા કડાકોડી સાગરોપમે ૧ ઉત્સર્પિણી અને બીજા દશ ડાક્રોડી સાગરોપમે ૧ અવસપિણી થાય, એ બે મળી વીશ ક્રોડાકોડી સાગરોપમે એક કાળચક્ર થાય, એવા અનંત કાળ ચકે એક પુદ્ગલ પરાવર્તન થાય. એ સર્વ મનુષ્ય લોકોમાં વ્યવહારથી કાળ જાણ પક્ત જે કાળના ભેદ કહ્યા, તેથી વળી બીજ પણ કાળના ભેદ ધણા છે જેમ કે બે માસે એક તું થાય છે. ત્રણ ઋતુએ એક અયન, બે અને એક વર્ષ, પાંચ વર્ષે એક યુગ, રાશી લાખ વર્ષે એક પૂર્વાગ, તે એક પૂર્વાગને ચોરાશી લાખે ગુણતા એક પૂર્વ થાય છે.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy