SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ શી છ કાચના બાહ હવે બાહર અગ્નિનાં નામ કહે છે- પહેલે બેલે ચૂલા ને ભઠ્ઠીની અનિ. ૨ ધૂમાડી ને તાપણીની અગ્નિ, ૩ ચમક ને વીજળીની અગ્નિ, ૪ દીવા ને ઉમાડાની અગ્નિ, ૫ ધગધગતાં લેઢાં ને અરણીની અગ્નિ, ૬ દાવાનળની અનિ, ૭ નીભાડાની અગ્નિ, એ આદિ લઈને ઘણી જાતની અગ્નિ છે. તેને એક તણખામાં અસંખ્યાતા જીવ શ્રી ભગવંતે કહ્યા છે. તેમાંથી એકેડો જીવ નીકળીને ખસખસના દાણા જેવડી કાયા કરે તે એક લાખ જેજનને જંબુદ્વીપ છે તેમાં સમાય નહિ. તેનાં કુળ ત્રણ લાખ ક્રોડ છે. તેનું આઉખું જઘન્ય અંતમુહૂર્તનું ઉછુટું ત્રણ અહેરાત્રિનું તેની દયા પાળીએ તે મેક્ષનાં અનંત સુખ પામીએ, (૪) વાઉકાય તે વાયર-તેના બે ભેદ-સૂમ ને બાદર, સમ તે કેને કહીએ ? હણ્યા હણાય નહિ, માર્યા મરે નહિ, બાળ્યા બળે નહિ, તે આખા લેકમાં ભર્યા છે પણ આપણી નજરે આવે નહિ, તેને સૂવમ કહીએ. હવે બાદર વાયનાં નામ કહે છે-૧ પહેલે બેલે ઉગમણે ને આથમણે વા. ૨ ઉપર ને દક્ષિણને વા, ૩ ઉચે નીચે ને તિર્થો વા, ૪ વંટોળીએ ને મંડળીઓ વા, ૫ ગુંજ વા ને સૂધ વા એ આદિ લઈને ઘણી જાતને વાયરે થાય છે. તે વાયરો શા થકી હણાય છે ? ઉઘાડે મેઢે બોલવાથી, ૨ ઝાપટ નાંખવાથી, ૩ સૂપડે સેવાથી, ૪ ઝાટકવાથી, ૫ કાંતવાથી, ૬ વિંજવાથી, ૭ તાલેટા વગાડવાથી, ૮ વિંઝણે વિંઝવાથી, ૯ હીંચોળે હીંચકવાથી, એ આદિ લઈને ઘણી જાતના શસ્ત્ર કરી હણાય છે. એકવાર ઉઘાડે મેઢે બોલવાથી વાયરાના અસંખ્યાતા જીવ હણાય છે, તેમાંથી એકેક જીવ નીકળીને વડના બીજ જેવડી કાયા કરે તે એક લાખ જજનને જંબુદ્વીપ છે તેમાં સમાય નહિ. તેનાં કુળ સાત લાખ કોડ છે તેનું આઉખું જઘન્ય અંતર્મુહુર્તનું ઉત્કટું ત્રણ હજાર વર્ષનું. તેની દયા પાળીએ તે મિક્ષનાં અનંતા સુખ પામીએ. (૫) વનસ્પતિકાયના બે ભેદ-ભૂમિ ને બાદર. સૂમ તે કેને કહીએ ? હણ્યા હણાય નહિ, માર્યા મરે નહિ, બાળ્યા બળે નહિ, તે આખા લેકમાં ભય છે પણ આપણી નજરે આવે નહિ તેને સુમિ કહીએ. હવે બાર વનસ્પતિના બે ભેદ-પ્રત્યેક ને સાધારણું પ્રત્યેક કેને કહીએ ? શરીરે શરીર એકેકે છત્ર હેય તેને પ્રત્યેક કડીએ અને એક શરીર અનંતા છવ હોય તેને સાધારણ કહીએ. હવે પ્રત્યેકનાં નામ કહે છે-૧ પહેલે બેલે વૃક્ષ ને વેલાની જાત, ૨ રીંગણી તળસી ને ગુલમની જાત, ૩ એફડા આકડા ધતુરાની જાત, ૪ દાડમ સેલડી ને કેળાંની જાત, ૫ ધો કેવો દાભડો ને તરણની જાત, ૬ ફૂલ કમળ ને નાગવેલની જાત, ૭ બારડી કરડે ને કસેલાંની જાત ૮ જુવાર, બાજરો, મઠ મકાઈની જાત, ૯ તાંદળજો, સુવા, મઘરી, વાર ફળીની જાત, એ આદિ લઈ ને ઘણી જાતની પ્રત્યેક વનસ્પતિ છે. તેમાં ભગવાને ત્રણ પ્રકારના જીવ કહ્યા છે સંખ્યાતા અસંખ્યાતા અને અનંતા. તેની દયા પાળીએ તે મોક્ષનાં અનંતા સુખ-પામીએ. હવે સાધારણ વનસ્પતિનાં નામ કહે છે-૧ પટેલે બેલે લીલફુગ સેવાળની જાત, ૨ ગાજર ને મૂળાની જાત, ૩ ડુંગળીને લસણની જાત, ૪ આદુ ને ગરમરની જાત, ૫ તાળ ને પીંડાળુની જાત, ૬ કંટાલે થાર, ખરસણી, કુંવાર ને શેલની જાત, ૭ મે.થ ને
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy