________________
શ્રી જૈન જ્ઞાન સાગર ચેથા ખામણા ચેથા ખામણા ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજીને કરું છું. ગણુધાજી બાવન ગણે કરી સહિત છે, આચાર્યજી છત્રીસ ગુણે કરી સહિત છે. ઉપાધ્યાયજી પચીશ ગુણે કરી સહિત છે. મારા તમારા ધર્મગુરુ, ધર્મ આચાર્ય, ધર્મ ઉપદેશના દાતાર, મહાપુરુષ, પંડિતરાજ, મુનિરાજ, ગીતાર્થ, બહુસવી, સુત્રસિદ્ધાંતના પાયામી, તરણ તારણ તારણીનાવાસમાન, સફર જહાજ સમાન, કલ્પવૃક્ષ સમાન, જિનશાસનના શણગાર ધર્મના નાયક, સંઘના મુખી, સંઘના નાયક, એવી અનેક ઉપમાએ કરી બિરાજમાન પૂજ્યજી, સાહેબ શ્રી (જે હેય તેમના નામ બોલવાં.).
સ્વામી આદિ દઈને સાધુ-સાવી આલેવી, પડિક્ટમી, નિન્દી, નિશલ્ય થઈ પ્રાચે, દેવગતિએ પધાર્યા છે, તેમને ઘણે ઉપકાર છે. આજ વર્તમાનકાળે, તરણ તારણ, તારણ નાવ સમાન રત્નચિંતામણી સમાન, પાર્શ્વમણિ સમાન, જિનશાસનના શણગાર, સર્વે સાધુજીના ગુણે કરી બિરાજમાન પૂજયજી સાહેબ શ્રા (જે હોય તેમનાં નામ લેવાં)......
સવામી આદિ દઈને સાધુ સાધી વિચારે છે તે સ્વામી કેવા છે? પંચ મહાવ્રતના પાલનહાર, પાંચ સમિતિને અને ત્રણ ગુપ્તિએ સહિત છકાયના પિયેર છકાયના નાથ, સાત ભયના ટાળણહાર, આઠ મદના ગાળણહાર, નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાળણહાર, દશવિધ યતિધર્મના અજવાળિક છે, બાર દે તપાસ્યાના કરણહાર છે, સત્તર ભેદે સંજમ ના ધણહાર છે બાવીશ પરીસહના છતણહાર છે, સત્તાવીશ સાધુના ગુણે કરી સહિત છે, બેતાળીશ સુડતાળીશ તથા કેવું હિત આહાર પાણીના લેનાર છે; બાવન અનાચણના ટાળણહાર છે; સચેતના ત્યાગી, અચેતના ભેગી કંચનકામિનીના ત્યાગી, માયા મમતના ત્યાગી. સમતાના સાગર, દયાના આગર આદિ, અને ગુણે કરી સહિત છે. ધન્ય મહારાજ ! તમે ગામ, નગર, પુરપાટણને વિષે બિરાજે છે, હું અપરાધી દીકિંકર ગુણહીન અહીં બેઠો છું, તમારા જ્ઞાન, દર્શન ચારિત્ર તપસંબંધી અવિનય અશાતના, અશક્તિ, અપરાધ કર્યો હોય તે મન, વચન, કાયાએ કરી હાથ જોડી ભુજે જુજે કરી ખમાવું છું તિખુત્તોને ચાઠ ત્રણ વાર કહે)
પાંચમા ખામણ પાંચમાં ખામણા પાંચ ભરત, પાંચ ઈરવત ને પાંચ મહાવિદેહ, અઢીદ્વીપ ક્ષેત્રને વિષે જે સાધુ સાધ્વી બિરાજે છે તે જ ધન્ય બે હજાર ઝાડ સાધુ સાધ્વી. ઉત્કૃષ્ટ હોય તે નવ હજાર કોડ સાધુ સાધી તેમને મારી સમય સમયની વંદણા જે તે સ્વામી કેવા છે ? પંચમહાવ્રતના પાળશુહાર છે. પાય સમિતિએ સમિતા, ત્રણ ગુપ્તએ ગુપ્તા, છ કાયના પિયેર, છ કાયના નાથ, સાત ભયના ટાળણહાર, આઠ મદના ગાળણહાર, નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાણહાર છે, દશવિધ યતિધર્મના અજવ લિક છે; બાર ભેટે તપસ્યાના કરણહાર છે. સત્તર ભેદે સંજમના