________________
૨૬૪
શ્રી જેને જ્ઞાન સાગર
ધન્ય ધન નરનારી, એવી દઢ ટેકધારી,
જીવિત સુધાયું જેણે પામ્યા ભવ પારી; પામ્યા ભવ પારી, તેને વંદના અમારી. જુઓરે. ૮
(૭) આત્મોપદેશ (હરિગીત) રે આત્મ! હારે વખત સારે વેગે વીતી જાય છે, તે ધ્યાનમાં ઉતાર તું પરતંત્રતા તેમ થાય છે; નથી ભાર રહેવો એ ઘડી એવી દશા તુજને થશે. તેવા સામે પ્રભુ ભકિતમાં સદ્દબુદ્ધિ શું તુજ આવશે! ૧ કેવાં કરું કાર્યો અને કેવો બનું આ વિશ્વમાં, કઈ રીતિથી વખણાઉં ને કેમ યશ પામુ સર્વમાં; આવી અહોનિશ ધારણા, તુજ અંતરે લાગી રહી, હા! હા! જવું પણ શીઘથી,એ કેમ સમયે તું નહિ! ૨ વિલાસિનીને વિલાસતાં વિલાસમાં બહુ વર્ષથી, તાતા અને માતા વળી ભોજન કરે અતિ હર્ષથી, સમુદ્ર પર્યત આણને વર્તાવી જેઓ રાજતા, જેને સૂતા ત્રણ હાથની ભૂમિ વિષે હા ! હા ! થતાં. ૩ જાવું અને જેવું અને રોવું અરે આ મારું, માતા અને પિતા વળી પુત્રો વધુ ને સાસરું; આવી સ્થિતિ સહુ તેમાં ચારે દિશે વ્યાપી રહી, પણ કોઈ એ પ્રભુ પાદમાં, આ જિગરને સોપ્યું નહિ. ૪ શિશુપણું રમત કરી અજ્ઞાનમાં વિતાડિયું, તારુણ્ય તે તતણું પ્રવાહમાં હા ગાળીયું; બુદ્દાપણું આવી રહ્યું ચિંતાતણ ચગાનમાં, હા! હા! ગયું પુણ્ય પ્રાપ્ત હારું-મનુષ્યપણું બેભાનમાં. ૫ પાંડુ થયા સહુ કેશ સુંદર, ભ્રષ્ટ થઈ દૂતાવળી, ચક્ષુ તણી ક્ષીણતા બની, અભેન્દ્રિયે પણ ગઈ વળી; સહુ હાડ કંપે અંગના રે લાકડા લેવાઈ ગઈ, તે અરે અમદા તણું આનન વિષે દષ્ટિ રહી. ૬ તું દે ત્યજી છળ કપટ સઘળાં મોહ માયાથી ભર્યા, સહુ તાપ ટળશે તારા જે પાપથી જીવે કર્યા; આનંદ થશે બહુ અંતરે, ને સુખ લહેરે ઊડશે, સંપૂર્ણ હારી સર્વ સીમા હર્ષથી આવી જશે. ૭
(૧) શ્રી ઋષભનાથજીનું સ્તવન. ઋષભ જિનેશ્વર પ્રીતમ (૧) માહરે રે, એર (૨) ન ચાહું રે કંથ; (૩) રીઝ સાહિબ સંગ ન પરિહરે, રે, ભાંગે (૪) સાદિ અનંત, • ૧