SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ પાંચ જ્ઞાન ૧૩+ અંગપ્રવિ-આર અંગ (આચારાંગાદિથી દષ્ટિવાદ સુધી) સૂત્રમાં તેને વિસ્તાર ઘણે છે, ત્યાંથી જેવું. ૧૪ અનંગપ્રવિણ-સમુચ્ચ બે પ્રકારે, ૧ આવશ્યક ૨ આવશ્યક વ્યતિરિક ૧ આવશ્વનાં છ અધ્યયન, સામાયિક પ્રમુખ. ૨ આવશ્યક વ્યનિરિકતના બે ભેદ-૧ કાલિક શ્રત, ૨ ઉલ્કાલિક શ્રુત ૧ કાલિક શ્રત –તેના અનેક પ્રકાર છે. તે ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, બૃહતકલ્પ, વ્યવહાર પ્રમુખ એકત્રીશ સૂત્ર કાલિકનાં નામ નંદીસૂત્ર મધ્યે આપ્યાં પઈના સિદ્ધાંત જાણવા જેમ ત્રષભદેવના ૮૪૦૦૦ પઈના તથા મધ્ય ૨૨ તીર્થંકરના સંખ્યાતા હજાર પઈના તથા મહાવીર સ્વામીને ૧૪ હજાર પઈના તથા સર્વ ગણધરના કર્યા તથા પ્રત્યેક બુદ્ધના કર્યા પદના તે સર્વ કાલિક જાણવાં, એ કાલિક શ્રુત ૨ ઉત્કાલિક શ્રત= તે અનેક પ્રકારના છે, તે દશવૈકાલિક પ્રમુખ ૨૯ પ્રકારનાં શાસ્ત્રનાં નામ નંદસૂત્રમાં આપ્યાં છે. તે આદિ દઈને અનેક પ્રકારનાં શાસ્ત્ર છે. પણ વર્તમાનમાં વ્યવચ્છેદ છે. દ્વાદશાંગ સિદ્ધાંત-આચાર્યની પેટી સમાન; અતીત કાલે અનંત જીવો આસાએ આરાધીને સંસાર દુઃખથી મુકત થયા, વર્તમાનમાં સંખ્યાતા છ દુઃખથી મુક્ત થાય છે. અનાગત કાલે આજ્ઞાએ આરાધી અનંત જીવો દૂઃખથી મુક્ત થશે એમ સૂત્ર વિરોધીને ત્રણે કાળ આથી સંસારમાં રખડવા વિષે જાણવું શ્રુતજ્ઞાન (દ્વાદશાંગરૂપ સદાકાળ લેક આશ્રી છે. શ્રુતજ્ઞાન-સમુચ્ચય ચાર પ્રકારે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્યથી–શ્રુતજ્ઞાની ઉપગે કરી સર્વ દ્રવ્ય જાણે દે; તે શ્રદ્ધાએ કરી તથા સ્વરૂપ આલેખ કરી. ક્ષેત્રથ-શ્રુતજ્ઞાની ઉપગે કરી. સર્વ ક્ષેત્રની વાત જાણે દેખે, પૂર્વવત. કાલથી- શ્રુતજ્ઞાની ઉપભેગે કરી કાલની વાત જાણે, દેખે. ભાવથી,-બુતરાની ઉપગે કરી સર્વ ભાવ જાણે, દેને, ઇતિ શ્રુતજ્ઞાનનું વર્ણન. અવધિ જ્ઞાનનું વર્ણન ૧ અવધિજ્ઞાનના મુખ્ય બે ભેદઃ ભવપ્રયિક, ક્ષાયોપશમિક. ૧ ભાવપ્રત્યયિકના બે ભેદ તે, ૧ નારકીને, ૨ દેવ (ચાર પ્રકારના) ને હેય; તે ભવ સંબંધી જ્યારથી ઉત્પન્ન થાય, તે ભવના અંત સુધી હોય. ૨ ક્ષાપશમિકના બે ભેદ છે. ૧ સંજ્ઞી મનુ યને, ૨ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને ક્ષપશમ ભાવથી ઉત્પન્ન થાય છે, અથવા ક્ષમાદિક ગુણે સહિત અણગારને ઉત્પન્ન થાય. છે અથવા સમુચ્ચય બે પ્રકારે શ્રત કહ્યા છે, તે અંગપવિઠંચ અંગ પ્રવઠ તથા અંગબાહિર ( અનંગ પ્રવિષ્ટ ) ગામિક તથા આગમિકના ભેદમાં સમાવેશ સુત્રકારે કર્યો છે. મૂળમાં જુદા પણ નામ આપ્યાં છે. * પહેલે પહોર તથા ચોથે પહેર સ્વાધ્યાય થાય તેને “કાલિક શ્રત કહીએ, = અસ્વાધ્યાયને વખત વજી ચારે પહર સ્વાધ્યાય થાય માટે “ઉકાલિક" કહીએ.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy