SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મસિંહમુનિના ૨૮ બોલ ૨૨૯ ૧૮ અઢારમે બોલે, કોઈપણ માણસની પૂઠે અવર્ણવાદ ન બોલીએ કારણ કે તેમાંથી અવગુણ નીપજે માટે. ૧૯ ઓગણીશમે બેલે, મૂર્ખ માણસને ઉદ્દેશીને શીખામણ દઈએ નહિ કારણ કે જે કદી અવળી પ્રગમે તે ઉલટી આપણી જ ખેડ કાઢે. ૨૦ વશમે બોલે, એક શિયળ અને બીજું સમક્તિ, એ બેને સારી રીતે યત્ન કરી રાખીએ, કારણ કે તેને ચળાવનાર ઘણું મળે, તે પણ ચળીએ નહીં, કેની પેઠે, તે કે રામતી. તથા દ્રૌપદી સતીની પેઠે. ૨૧ એકવીશમે બેલે, ખલ (કૂખ) માણસને છેડીએ નહિ, જે છેડીએ તે જરૂર પૂછે અવર્ણવાદ બેલે. - ૨૨ બાવીશમે બેલે, જ્યાં બે જણ છાની વાત કરતા હોય ત્યાં ઊભા રહીએ નહિ, કારણ કે તે વાત જ્યારે બહાર પડે ત્યારે ખરી– ન ખરી કરવી પડે, એટલે સાહેદી પૂરવી પડે. ૨૩ વેવીશમે બેલે, પોતાના મનની વાત કઈ જેવા તેવા માણસને મેટે કરીએ નહિ, જે કરીએ તે જરૂરી પાછળ પશ્ચાતાપ થાય. ૨૪ વીશમે બોલે, ક્રોધ ચડ હોય જેમ તેમ બેલીએ નહિ અર્થાત દમ ખેંચીને રહીએ, નહિ તે પછી પસ્તાવું પડે. ૨૫ પચીશમે બેલે, વ્યવહાર સાચવેલો અને નિશ્ચય ઉપર ભાવ રાખવો. જે નિશ્ચય છે તે સેનાની મહેર છે અને જે વ્યવહાર છે તે ઉદ્યમ છે. ૨૬ છવીશમે બેલે, પિતાના વડેરાથી સામી ન બાંધીએ જે કદાપિ તેઓ તાણી કાલે તે આપણે ઢીલું મૂકવું, પરતુ સામા થવું નહિ. ૨૭ સત્તાવીશમે બેલે, સંસારમાં કામ કઈ દિવસ પૂરાં થયાં નથી થવાનાં નથી, અને થશે પણ નહિ માટે પિતાના ધર્મકૃત્યની બે ઘડી અવશ્ય કાઢી લેવી અથત છેવટે દિવસની સાઠ ઘડીમાં બે ઘડી પણ ધમ ધ્યાન કરવું. ૨૮ અઠ્ઠાવીશમે બેલે, આગળ પાછળ પરીક્ષા કરીને જે કામ કરીએ તે તે કામ શીદ્ય પાર પડે અને ચાર લેકમાં ચતુર કહેવાઈએ અને પંચમાં પૂછાઈએ. વ્યાખ્યાન-પ્રારભે બેલાતી મહાવીર પ્રભુની સ્તુતિ. હવે ઈહાં કણે કોણ જે જાણવા, શ્રી શ્રી શ્રમણ ભગવંત, શ્રી શ્રી મહાવીર દેવ, દેવાધિદેવ, પરમતારૂ, પરમવારૂ, દયાનિધિ, કરુણગરસાગર, ભાનુભાસ્કર, જીવદયાપ્રતિપાલ, કર્મશત્રુના કાળ, મહામાયણ, મહાગવાલ પરમનિર્ધામિક, પરમવૌઘ, પરમગારૂડી, પરમસનાતન, અનાથના નાથ, અશરણના શરણ, અબંધવના બંધવ, ભાગ્યાના ભેરૂ, સંતઉદ્ધારણ, શિવસુખકારણ, રાજરાજેશ્વરપુર, હંસપુરા, સુપાત્રપુષ, નિર્મલપુરુષ, નિકલંકી પુરૂષ, નિર્મોહી પુરુષ, નિર્વિકારીપુ, ઈછાનિધિ, તપસ્વી, ચેત્રીશઅતિશયે કરી બિરાજમાન, પાંત્રીસ પ્રકારની સત્ય વચનવાણી ગુણેકરી સહિત, એકહજાર અષ્ટ ઉત્તમ લક્ષણના ધરણહાર, શ્રી શ્રી સિદ્ધાર્થનંદન, જિગવંદન, શીતળચંદન, દીનદયાળ, પરમમાયાલ, પરમકૃપાળ, પરમ પવિત્ર, પરમસજજન,
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy