SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયને (અર્થ સાથે) ૧૯૫ ધણી નમી રાજા ઘરથી બહાર નીકળ્યા. પ રાજર્ષિ નમી રાજા દીક્ષા લેવાને ઘરથી બહાર નીકળ્યા ત્યારે મિથિલાનગરીમાં લેકે વિલાપાદિક શબ્દોથી કલાહલ કરવા લાગ્યા. ૬ તે નમી રાજર્ષિ દીક્ષા લેવાને ઉત્તમ સ્થાનકને વિષે સાવધાન થયા. તે અવસરે શકેંદ્ર બ્રાહ્મણરૂપે આવીને આ પ્રમાણે વચન કહેવા લાગ્યા. ૭ અહે નમી રાજા ! આજે મિથિલાનગરી રાજ્યગૃહમાં અને સામાન્ય ગૃહને વિષે હૃદયને અને મનને ઉગ કરે એવા દારૂણ શબ્દોથી કલાહલે કરી કેમ વ્યાપ્ત થઈ ? ૮ ઘણા લેકેને દુઃખનું કારણ તે તારી દીક્ષા છે અને પર છવને જેથી દુઃખ ઊપજે તે પરિભ્રમણનું કારણ છે. એ અર્થ સાંભળીને તથા વિચારીને ત્યારપછી નમી રાજર્ષિ દેવેંદ્ર પ્રત્યે આ (નીચે) પ્રમાણે વચન કહે છે. ૯ મિથિલા નગરીને વિષે, ઉદ્યાનમાં એક શીતળ છાયાવાળું, મનને રમણિક પ, ફૂલે ફળે કરી સહિત પક્ષી આદિક ઘણું જેને સદા ગુણનું કરનાર એવું એક વૃક્ષ છે. ૧૦ અ વિપ્ર ! વનમાંહે તે મનોરમ વૃક્ષ વાયરે કરી હાલવાથી દુઃખીઆં અને શરણરહિત થયેલાં પંખીઓ દુઃખથી પીડા પામીને આક્રંદ કરે છે, તેમાં ઝાડને દેશ નથી ૧૧ એ અર્થ સાંભળીને, વિચારીને હેતુ પાર પાડવા નિમિતે નમી રાજર્ષિ પ્રત્યે દેવેંદ્ર આ પ્રમાણે વચન કહે છે. ૧૨ હે નમી રાજા ! તારાં ઘર અને અંતઃપુર વગેરે અગ્નિ અને વાયરે કરી પ્રત્યક્ષ બળતાં દેખાય છે તે તું શા માટે નથી જેતે ? ૧૩ એ અર્થ સાંભળીને હેતુ પાર પાડવા નિમિતે નમી રાજર્ષિ દેવેંદ્ર પ્રત્યે આ પ્રમાણે પડે છે. હે વિપ્ર ! મને જેમ સુખ ઊપજે છે તેમ હું વસું છું અને જીવું છું. તે બળતા ઘરમાં કિંચિતમાત્ર પણ મારું નથી, તેથી મિથિલાનગરી બળવાથી મારૂં કાંઈ પણ બળતું નથી. ૧૫ જેણે પુત્ર, શ્રી આદિ તથા સર્વ જાતના વ્યાપાર છાંડ્યા છે એવા સાધુને લેકમાં કઈ પણ વસ્તુ પ્રિય કે અપ્રિય નથી. ૧૬ અણગાર (સાધુ) જે સર્વથા પ્રકારે આરંભ પરિયડથી વિશેષે મુકાયું છે અને હું એકલે હું એમ એકવાણાને વિચારે છે તે સાધુને નિચ્ચે ઘણું કલ્યાણ થાય છે. ૧૭ એ અર્થ સાંભળીને હેતુ કારણ પ્રેર્યો થકે નમી રાજર્ષિ પ્રત્યે દેવેંદ્ર આ પ્રમાણે કહે છે, ૧૮ હે ક્ષત્રી ! તારા ગામને ગઢ, કેટ, કમાડ ભેગળ, કેટ ઉપરનાં યુદ્ધ કરવાનાં સ્થાનક, પ્રગટ ખાઈ, ગુપ્ત ખાઈ તથા સૌ મનુષ્યને ઘાત કરે તેવાં શનિ શસ્ત્ર કરાવીને ત્યાર પછી ઘર મૂકીને જાજે. ૧૯. એ પ્રમાણે દેવતાનું કહેવું સાંભળીને નમી રાજપ આ પ્રમાણે કહે છે. ૨૦ હે બ્રાહ્મણ! મેં શુદ્ધ શ્રદ્ધારૂપ નગર કયું છે બાર પ્રકારે તરૂપ કમાડ કર્યા છે, સંવર રૂપ ભેગી કરી છે, ક્ષમારૂપ ગદ કર્યો છે અને ત્રણ ગુપિતરૂપ કેટ કર્યા છે, તે કેઈથી જીતી શકાય નહિ. ૨૧ પરાક્રમરૂપ ધનુષ્ય કર્યું છે, ઈર્ષા સમિતરૂપ તેની પણ છે, દૌર્યરૂપ કમાન અને સત્યરૂપ ચાપડે કરી ધનુષ બાંધ્યું છે. અર્થાત અનાદિયેગ સ કરી બાંધ્યા છે. ૨૨ કપરૂપ લેટાનાં બાણે કરી સહિત ધનુષ્ય છે. તેણે કરીને સાધુ લોકિક સંગ્રામથી નહીં પણ ભાવસંગ્રામથી કમરૂ૫ વેરીને વિદ્યારે (જીતે) અને સંસાર સમુદ્રથી મુકાય. ર૩ એ પ્રમાણે નમી રાજપિનું કહેવું સાંભળીને ત્યાર પછી દેવતા આ પ્રમાણે કહે છે. ૨૪ હે ક્ષત્રી! મોટાં ઘર કરાવી, તેમાં મોટા ગોખ મેલાવી તથા તળાવમાં કીડા કરવાના મહેલ કરાવીને તે પછી તું જાજે. ૨૫ એ પ્રમાણે દેવતાનું કહેવું સાભળીને નમી રાજપિ દેવેંદ્ર પ્રત્યે આ પ્રમાણે કહે છે. ૨૬ જેને પરભવનો સંશય હોય તે જ નિશ્ચય ઘર કરે, હું તે જ્યાં જવા ઈચ્છું ત્યાં જ સાધનું ધર કરીશ. ૨૭ એ પ્રમાણે નમી રાજનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે ૨૮ હે ક્ષત્રી! વાટપાકુ, ફાંસીઆ, ગંડી છેડા એવા ચાર છે તેને નિષેધીને, નગરને કુશળ કરી પછી જાજે. ૨૯ એ પ્રમાણે દેવતાનું કહેવું સાંભળીને નમરાજા આ પ્રમાણે કહે છે. અનેક વાર મનુષ્યભવે અજ્ઞાન અને અહંકારપણે અપરાધીને અને નિરપરાધીને ખેતી શિક્ષા થાય એટલે ઘણુ વખતે ચોરી ન કરનાર મનુષ્યને બાંધે
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy