SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન (અર્થ સાથે) ૧૭૯ ' અર્થા–૧ શ્રી સુધર્મા સ્વામી પ્રત્યે જંબૂસ્વામીએ પૂછયું. કે, ભગવાન ! શ્રમણે, બ્રાહ્મણે ગૃહસ્થ અને પરતીથી એ મને પૂછે છે કે, એકાંત હિતકારી અને એના જેવો બીજો કઈ છે નહિ એવો ધર્મ યથાસ્થિત કોણે કહ્યો છે ? ૨ તે જ્ઞાતપુત્ર શ્રી મહાવીર દેવનું જ્ઞાન કેવું હતું ? તેને શીલાચાર કેવો હશે તે હે ભિક્ષુ ! તમે જાણો છો, તે જેમ સાંભળ્યું હોય અને ધાર્યું હોય તેમ કહો ! ૩ તે (ભગવાન) સંસારી જીવોનાં દુઃખના જાણ, કર્મ કાપવામાં કુશળ, અનંત-જ્ઞાની, અનંતદશ, મોટા યશસ્વી અને લેકના ચશુભૂત એવા શ્રી મહાવીર દેવના પ્રરૂપેલા ધર્મને તથા તેમની ધીરજને જાણ અને દેખ ૪ ઊંચી, નીચી અને તીરછી એ ત્રણે દિશાઓને વિષે જે, ત્રસ અને સ્થાવર જેવો છે તેને, પ્રજ્ઞાવત મહાવીરદેવે, નિત્યાનિત્ય ભેદે સમ્યફ પ્રકારે જાણીને સંસાર સમુદ્રમાં બુડતા છોને રક્ષણ કરવા સારુ દીપ્યમાન અને સમભાવી એવો ધર્મ કહ્યો છે. ૫ તે ભગવાન કાલકને દેખનારા બાવીશ પરિષહ જીતીને કેવળજ્ઞાન પામ્યા છે એવા મૂળ તથા ઉત્તરગુણે સંયમના પાળનારા દૌર્યવાન, સર્વ કર્મ નાશ થવાથી સ્થિત આત્મવંત સર્વ જગતને વિષે પ્રધાન જ્ઞાનવાન, બાહ્ય અને અત્યંતર પરિગ્રહ રહિત, સાત ભય રહિત અને ચાર ગતિના આયુષ્ય રહિત શ્રી મહાવીદેવ હતા, ૬ એ ભગવંત અનંત જ્ઞાનવાળા અપ્રતિબંધ વિહારી, સંસાર–સમુદ્રને તારનાર, ધીરજવાન અનંતજ્ઞાન રૂ૫ ચસુવાળા તથા સૂર્ય જેમ સર્વથી અધિક તપે છે તેમ જ્ઞાને કરી સર્વોત્તમ છે. વિરેચન અગ્નિ જેમ સળગવાથી ઈંદ્રની પેઠે અંધકારને દૂર કરી પ્રકાશ કરે છે તેમ શ્રી મહાવીર દેવ પણ અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી પ્રકાશ કરે છે. ૭ દેવકને વિષે ઈદ્ર જેમ દેશમાં મહાપ્રભાવાન, હજારે દેવને નાયક અને સર્વોત્તમ છે તેમ સર્વ તીર્થકરેએ પ્રરૂપેલે આ જે સર્વોત્તમ ધર્મ તેને પ્રકાશ કરનાર કાશ્યપ ગોત્રી કેવળજ્ઞાની શ્રી મહાવીરદેવ સર્વથી ઉત્તમ છે, ૮ તે ભગવાન પ્રજ્ઞાએ કરી અક્ષય તથા જેમ સ્વયંભૂરમણ નામે મેટો સમુદ્ર અનંત, અપાર અને નિર્મળ જળવાળે છે તેમ ભગવાનનું જ્ઞાન નિર્મળ છે. વળી તે ભગવંત કપાયરહિત તથા ભિક્ષાએ આજીવિકા કરનાર અને દેવતાના અધિપતિ શક્રેન્દ્રની પેઠે તેજસ્વી છે, ૯ તે ભગવાન બળે કરી પ્રતિપૂર્ણ બળવાન છે. સર્વ પર્વતેમાં મેરુ પર્વત જેમ શ્રેષ્ઠ છે તેમ ભગવાન પણ વીર્યાદિક ગુણે કરી સર્વોત્તમ છે. મેરુ પર્વત જેમ સ્વર્ગવાસી દેવેને હર્ષ ઉત્પન્ન કરે છે. તથા અનેક ગુણોએ કરી શમે છે તેમ ભગવંત પણ અનેક ગુણએ કરી લે છે. ૧૦ તે મેરુ પર્વત એક લાખ જોજનને છે. તેને એક ભૂમિભય, બીજે સુવર્ણમય અને ત્રીજો વીર્ય રત્નમય એવા ત્રણ કાર્ડ છે, તથા તે મેરુ પર્વતની ટોચ ઉપર પંડગવન વજાની માફક શોભી રહ્યું છે, તે મેરુ પર્વત નવાણું હજાર જેજન ઊંચે અને એક હજાર જેજન નીચે જમીનમાં છે. ૧૧ તે મેરુ પર્વત આકાશને સ્પર્શી રહ્યો છે. ભૂમિને અગવાહી રહ્યો છે, એટલે ઊંચા, નીચા અને તીરછા લેકને સ્પર્શી રહ્યો છે. જે મેરુ પર્વતની આસપાસ સૂર્ય પ્રમુખ જ્યોતિષી દેવો પ્રદક્ષિણા કરી રહ્યા છે, ને મેરુ પર્વત સુવર્ણના જેવી ક્રાંતિવાળો છે. તેના ઉપર ઘણું એટલે ચાર નંદનવન છે, જેને વિષે મેટા ઈકો પણ આવીને રતિસુખ ભોગવે છે. ૧૨ વળી તે મેરુ પર્વત-૧ મંદિર, ૨ મેર, ૩ મનોરમા, ૪ સુદર્શન, સ્વયંપ્રભ, ૬ ગિરિરાજ, ૭ રનૅચ્ચય, ૮ તિલકાપમ, ૯ લેકમધ્ય, ૧૦ લોકનાભિ, ૧૧ રત્ન, ૧૨ સૂર્યાવર્ત ૧૩ સર્યાવરણ, ૧૪ ઉત્તમ ૧૫ દિશાદિ અને ૧૬ અવતંસએ સોળ નામે કરી મહા પ્રકાશવાન શેભે છે તથા સુવર્ણની પેઠે શુદ્ધ વર્ણવાળો, સવ પર્વમાં પ્રધાન, મેખલાએ કરી વિષમ અને વળી તે ગિરિરાજ મણિ અને ઔષધિઓએ કરી દેદીપ્યમાન છે, તેથી જમીનની પેઠે ઝળહળાથમાન થઈ રડે છે. ૧૩ પૃથ્વીના મધ્ય ભાગમાં રહેલે સર્વ પવતનો ઈદ્ર મેરુ પર્વત સૂર્યની પેઠે શુદ્ધ લડ્યાપત પ્રક કરીને જણાય છે. ઉપર
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy