SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ બેટા ! તું સામાયિક ચારિત્રમાં છે. પણ તારું લક્ષ્ય યથાખ્યાત ચારિત્ર સામાયિક ચારિત્ર છેદોપસ્થાપની ચારિત્ર એતો યથાખ્યાત ચારિત્ર - રૂપ એકડાની પૂર્વાવસ્થા છે. એક એકડો લખતાં હજાર લીંટા અને મીંડા કરવા પડે છે. તેમ યથાખ્યાત ચારિત્ર મેળવવા તારે અનેક વાર દ્રવ્યચારિત્ર સ્વીકારવું જ રહ્યું. જેમ લટા મીંડા કરનાર બાળકને ખ્યાલ આપવો પડે છે. બાકી તું ચકરડી ભમરડી રમવા લીંટા મીંડા નથી કરતો પણ તું એક શીખવા લીંટા મીંડા કરે છે. તે ચારિત્ર જુદશી થવા લીધું છે. જે ઋજુદશી બને છે તે ગ્રીષ્મઋતુમાં આતાપના લઈ શકે છે. કડકડતી ઠંડીમાં સ્મશાનમાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહી શકે છે. વર્ષાઋતુમાં અંગોપાંગ સલીન બનાવી સલીનતા તપ આદરે છે પ્રત્યેક પ્રસંગમાં સુસમાહિત રહે છે જગતને હચમચાવે એવા કઠીન કાળમાં પણ તેની સાધના અવિરત ચાલે છે હજુદશી આત્માને સિદ્ધિ સત્કાર કરવા આતુર છે. હું એક એ પિતા છું મારા પુત્રને અનંતગુણને સ્વામી જેવા ચાહું છું. બેટા ! મને તારી ગતિ નહિ પ્રગતિ ગમે. બેટા ! મને તારી સાધના નહિ સિદ્ધિ ગમે. બેટા ! મને તારા વિકલ્પ નહિ સંકલ્પ ગમે. બેટા ! મને તારા દુર્ગણ નહિ સદ્ગુણે ગમે. બસ વધુ શું કહું ? તને ઋજુદશી થવાના બહાને અનતગુણ સમુદ્રને અવગાહન કરતે દેખવે છે. એક જ આશા...જુદશી થા અને તારા અનંતગુણ ખજાનાને પ્રગતિ કર !!!
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy