________________
છોડવું અને ત્યાગવું આ બે માં આકાશ અને પાતાળનું અંતર છે. પૂર્વ અને પશ્ચિમનું અંતર છે. છોડવામાં પદાર્થ છૂટે છે. પણ આસક્તિ રહી જાય છે. ત્યાગમાં પદાર્થ છૂટે કે ન છૂટે પણ પદાર્થની મમતા ભાંગીને ભુક્કો થઈ જાય છે. ત્યાગેલી ચીજની નમાં પણ ઝંખના જાગતી નથી.
ત્યાગમાં અદ્દભૂત અલૌકિક ચીજને સ્વીકાર એ જ મુખ્ય છે. શ્વર ચીજોને, ના મૂલ્ય ચીજોને તિરસ્કાર તે “છોડવામાં આવે છે.
જગતના એ હા માન સન્માન કીર્તિ ..પદ સત્તા સ્વામિત્વ.. અધિકાર... આ બધી ઝંખનાને અભિન્મવ કરાવી દે, આ બધી ઝંખનાને વિલય કરાવે તેવી મોક્ષની ઝખના ..નિજાનંદની લાલસા–સ્વરૂપ પ્રાપ્તિની ઉત્કંઠા જાગે ત્યારે જ મહર્ષિ પદને રંગ જામે.
મેક્ષની એક જ એષણા .. ઝંખના . નાભિમાંથી નહીં તારા ૩ કરોડ રૂંવાડામાંથી પેદા થાય ત્યારે તું મહર્ષિ પદ પ્રાપ્તિ કરી શકીશ
બેટા મનક. બાલમુનિ... મહષિ બન....
અગત્યસિ હસૂરિ મહારાજે શય્યભવસૂરિ મહારાજનું હૃદય વાંચ્યું છે તેથી જ દશવૈકાલિકની ચૂણીમાં તેઓ મહેસિણું નો અર્થ કરે છે. મોક્ષની ઝંખના કરનાર... જે સાધુ મોક્ષની તીવ્ર અભિલાષા કરે છે તે વાત્સલ્યનિધિ શય્યભવમૂરિ મહારાજની હિતશિક્ષાને ગ્રાહક બની જાય છે શણ્ય ભવસૂરિ મહારાજની હિતશિક્ષામા છ મહિનામાં આત્મ કલ્યાણ થાય તેવી અમેધ શક્તિ છે આપણે સૌ તે પ્રાપ્ત કરીએ