________________
૨૪.
એકાદ જન્મના માતપિતાના–મોરથ પૂર્ણ કરવા નથી તેને મળેલી પંચેન્દ્રિય જગતના પદાર્થ વિજ્ઞાનને જાણવા નથી. તે પ્રાપ્ત કરેલ બુધ્ધિગૌરવ જગતને સાચા બેટા સારા ખરાબના પ્રમાણપત્ર આપવા નથી...
આ અનંત શક્તિના સ્વામી !
પહેલા સાધનાની તળેટીએ આવ..મહર્ષિ બનવાનું લક્ષ્ય રાખ. ઋષિ નહિ. મહાન ઋષિ બન . જગતમાં તારા જીવનને આદર્શ બનાવી સાધનાની પગદંડી પર ડગ ભર. મહર્ષિ બનવા તારે કપરી સાધના કરવી પડશે. મહર્ષિ બનવાની સાધના કઠીન છે. અશક્ય નથી.. વિમાન સંચાલક દિશાને જે સૂક્ષ્મતાથી લક્ષ્યમાં રાખે તે દૃષ્ટિથી તુ તારા આત્માના લયને પકડી રાખ. તું ઉપવાસ કર કે ભજન કરે... તું જાણે કે સુઈ જાય તું ચાલે કે બેસે... તું એક જગ્યાએ સ્થિર રહે કે વિશ્વમાં પરિભ્રમણ કરે... તું સ્વાધ્યાય કરે કે વૈયાવૃત્ય કરે. તું મૌન કરે કે સૌના દિલ ડેલાવી દે તેવું વ્યાખ્યાન કરે.
પણ..તારું લક્ષ્ય આત્મશુધિ તારું ય કર્મક્ષય... તારું પદ નિજાનંદની પ્રાપ્તિ ધ્રુવબિ દુ મક્ષ તે જ તું મહર્ષિ... તારી સમસ્ત પ્રવૃત્તિ... તારી સમસ્ત વૃત્તિ .. તારી સમસ્ત ભાવના.... તારી સારી જિંદગીની તમામ ઝખનાને એક લક્ષ્યબિંદુમાં લગાવી દે... તારી સાધનાની સિધ્ધિ એટલે મેક્ષ પ્રાપ્તિ .. તે જ તું મહર્ષિ...
મહર્ષિ બનવા શું વિષયને છોડવા પડશે ? શું? માતપિતાના ત્યાગ કર પડશે ? એવી કાયર માયકાંગલી વાત નહિ ચાલે.