________________
૧૬૬
અભિનવ જ્ઞાનની આરાધના જોઈએ. શાસ્ત્રને અભ્યાસ પૂર્વાચાર્યોની તીણ બુદ્ધિ કુશળતા જોઈ તેમને ચરણોપાસક બની જઇશ. નમ્રતાથી તારું જીવન મઘમઘી ઊઠશે. મુનિ છે. ચરણસિત્તરી, કરણ સિત્તરીનું પાલન કરીશ, પણ પ્રભુના ચરણકરણાનુયોગ વિશુદ્ધ વીતરાગ ચારિત્ર તરફ ખેંચશે. સરણ ચારિત્રમાં છીએ, પણ ચાહક વીતરાગ ચારિત્રના છીએ, જેમાં કપાય મોહનીય કે નોકપાય મેહનીયના જરા પણ તોફાન ન હોય. ધર્મધ્યાનમાં છે, પણ શુકલ ધ્યાન માટે આતુર બની જા.
અલ્પ કપાય હોય, પણ જીવનમાં ભાવ રાખ. હું અનંત ચારિત્રને માલિક, રવભાવમાં રમણતા એ મારો ગુણ. તે પ્રાપ્ત કરવા તત્પર બનું...વધું શું કહું?
જે વિચારજે આશય...જે વચન...જે શાસ્ત્ર....જે પ્રવૃત્તિ વર્તનથી તારા ગુણો વિકસે તે મેળવ.
મુમુક્ષુ !
મારે તો એટલું જ કહેવું છે. ગુણથી સાધુ, અવગુણથી અસાધુ, તો સાધુ યોગ્ય ગુણ ગ્રહણ કર. અસાધુ યોગ્ય દુર્ગણ દૂર છોડ. પૂ. શય્યભવસૂરિ મહારાજ આપના હિતેપદેશે મહાત્મા મનકને સાધુ નહિ, મહાસાધુ યોગ્ય બનાવ્યા. હવે અમે છીએઆપના ચરણોપાસક, બનાવો આપના કૃપાના પાત્ર, આપ સાધુ ગુણના જાદુગર છો. અમારા પર પણ ગુણનાં જાદુ કરો, અમે પણ આપના જ છીએ. સ્વીકારો આપના ચરણે.
જ