________________
૧૬૫
સુંદર હોય
. તેમ છે મહાન હોય તે
ભાવના પવિત્ર આશયની ક્રિયાથી દૂર જતો રહેજે.કહી દેજે.થી આરોગ્ય આપે, પણ હું ભયંકર બીમાર છું. મને ઘી વિષ બને. તેમ વંદન સુખશાતાની ક્રિયા ભાવ સાધુતામાં પ્રેરક, પણ મને પાપીને અહં પેદા કરે છે. મને જવા દો.
જે વિચારથી જે આશયથી – જે વચનથી, જે વાતથી, જે પ્રવૃત્તિથી – જે આચરણથી – તારું ભાવ સાધુ જીવન મલિન થતું હોય. તે સર્વ દૂરથી જ છોડી દે, છોડતાં ક્ષણનો પણ વિલંબ કરતે નહિ. ભાઈ!
શરીર ગમે તેટલું સુંદર હોય. પંચેન્દ્રિય પૂર્ણ હોય તો પણ સંસારી લોકો તેને જેમ અભૂષણથી શણગારે છે, તેમ હે મહાત્મા ! તારા મહાવ્રત નવકોટિ શુદ્ધિ, અખંડ, અપૂર્વ અધ્યવસાય યુક્ત હોય તો પણ ઉત્તર ગુણો રૂપ આભૂષણથી સંયમદેહની શોભા વધારજે. પ્રભુનું ચારિત્ર સ્વીકાર્યું તે જિનરાગે રંગાઈને જિન ભક્તિથી પ્રેરાઈને પણ પ્રતિદિન ખ્યાલ કરજે. મારા સમકિતને શોભાવનારા લિંગલક્ષણ કેવા છે? પાંચભૂષણથી હું શોભું છું.? શ્રદ્ધા નિર્મળ કરનાર તીર્થ સ્થળોની ચરણરજ શિરપર ચઢાવજે શ્રદ્ધાપૂત મહાત્માનો સદૈવ સંગ કરજે. સ્વમતના સ્થિરીકરણ પરમતના પરિહરણ કાજે સમ્મતિ – તર્ક જેવા અલૌકિક ગ્રંથને આત્મસાત કરજે તારી શ્રદ્ધા મેરુપર્વત શી અડલ થશે.
સાધુ છું, પંચ પ્રતિક્રમણ આવશ્યક ક્રિયા વ્યાખ્યાન વગેરે આવડે છે, પણ તેટલાથી આત્મગુણ ના પ્રગટે. આત્મગુણ પ્રાપ્ત કરવા જ્ઞાનના આઠ આચારના પાલન પૂર્વક પ્રતિદિન પાંચ પ્રકારનો સ્વાધ્યાય સનત દ્રવ્યાનુયોગનું ચિંતન જોઈએ. દ્રવ્યાનુયોગના ચિંતનમાં સમસ્ત વિશ્વના વૈપયિક ભાવોને ફકત પદાર્થ વિજ્ઞાન રૂપે જોવાની શકિત મળશે દુનિયાનો કોઈ ભાવ તારી સાધનામાં વિક્ષેપ નહિ પડે. પુદ્ગલ સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન આત્મ સ્વરૂપમાં અભિરુચિ પ્રગટાવશે.