________________
બોલવાનું પણ કેઈને દુ:ખ ન લાગે તેવું. બોલવાનું પણ કોઈને પીડા થાય તેવું નહિ. બલવાનું પણ કોઈના ઉપર કલંક લાગે તેવું નહિ. સાધુનું વચન એટલે જિનાજ્ઞાથી પવિત્ર વચન. સાધુનું વચન એટલે કર્તવ્ય ધર્મને નિર્દેશ કરતું વચન. સાધુનું વચન એટલે બાવનાચંદનને લેપ.
કપાયના તાપથી ધમધમી ઉઠેલાને સમતાના અમૃતકુંડમાં સ્નાન. કરાવે તેવું વચન. ગુરુદેવ.
હિતકર બોલવું મિત બોલવું પણ સત્ય તે બેલવું ને? સાચું કહેવામાં સાધુને વળી કોની શરમ રાખવાની? અમને દુનિયાનું કશું જોતું નથી. પછી સાચું કહીએને? ગુરુદેવ! સત્યમાં શું વાણીના ગુણ નથી આવતા? ભલા સાધક!
તારૂં જ્ઞાન, તારો જુસ્સે દૂધના ઊભરા જેવો છે. જરા ઠડે પડ. પ્રભુ મહાવીર સ્વામીના સમવસરણમાં કાલસોરિક કસાય આવે?
હા ..
“પ્રભુ જ્ઞાની કે અજ્ઞાની” “પ્રભુ સર્વજ્ઞ વીતરાગ.” પ્રભુ જાણે ને કે કાલસરિક મરીને સાતમી નરકે જવાને
પ્રભુ કાલસૌકરિકની ગતિ જાણે તે તેની વર્તમાન આજીવિકા જાણે એ બને? “ના..પ્રભુ..જાણે” કાલસોકરિક ૫00 પાડા મારનાર
મહાહિંસક ઘાતકી... પરિણામી. રૌદ્રદયાની કૂર... છતાં પ્રભુ કહે હે દેવાનુપ્રિય! સત્ય જાણવું જુદું છે સત્ય પચાવવું જુદું છે. સત્ય જાણવાની શકિત એકમાં હોય અને સત્ય પચાવવાની શક્તિ સજજનમાં જ હોય.