________________
૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કરે? અને ઉપચય કરે ?” જવાબમાં ભગવતે કહ્યું કે, “હે શંખ” શ્રાવક ! ક્રોધાવેશમાં આવેલે જીવાત્મા આયુષ્યકમને છોડીને શેષ જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મોને ગાઢ કરે છે, મજબૂત કરે છે, નિકાચિત કરે છે યાવત્ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે.
કષાની મહાભયંકરતા !
તીર્થકર ભગવંતે બાર પર્ષદાની વચ્ચે પોતાના શ્રીમુખે ફરમાવતાં કહે છે કે, “ચારે કષાયેના સેવનથી જીવ અનંત સંસારી બને છે.”
ઘણીવાર સ્તવનમાં આપણે બેલીએ છીએ કે, હે પ્રભો ! ........ ........રમતા નવ નવ વેષે ” એટલે કે હે નષભદેવ પ્રભ એક દિવસ આપણે બંને સાથે રમ્યા હઈશું, સાથે ખાધુ પીધુ હશે, છતાં પણ તમે તે આજે અનંતસુખના ધામ સિદ્ધશિલામાં બિરાજમાન છે અને હું અને તદુખની પરંપરાથી ભરેલા સંસારમાં રખડી રહ્યો છું ઘણીવાર એવું પણ બનતું હોય છે કે એક દિવસે એક જ મુહૂર્તમાં દીક્ષિત થયા છતાં પણ એક મુનિરાજ કેવળજ્ઞાન મેળવીને ક્ષમા જાય છે અને બીજો મુનિ ચારિત્રધર્મની વિરાધના કરીને દુર્ગતિ તરફ પ્રસ્થાન કરે છે ત્યારે વિચાર કરવાનો અવસર આવે છે કે “આવું શી રીતે બનતું હશે ?' જવાબમાં એમ કહેવાયું છે કે, “કેવળજ્ઞાન મેળવવાને માટે બીજા કેઈને પણ બાધ નથી, પરંતુ ચારે કષારૂપી શત્રુઓને બાધ છે. જ્યાં જ્યાં કષાય, કષાયભાવે, કાષાયિક પ્રવૃત્તિ છે ત્યાં ત્યા કેવળજ્ઞાન નથી જ.” માટે જીવાત્માને કેવળજ્ઞાન