________________
રે સમાજ આડમાં પશુ આદિ ગામ થતુલ્ય
પ૭૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ધર્મને વાસ્તવિક મર્મ સમજવામાં ન આવ્યું હોય ત્યાં સુધી માનવના જીવનમાં અવિદ્યા, અસ્મિતા, અભિનિવેશ, રાગ અને દ્વેષ નામના કર્મફલેશે ભડકે બળતા હોવાથી શાંતિ, સુખ અને સમાધિ સર્વથા ખવાઈ જાય છે. ફળ સ્વરૂપે દેશ, સમાજ અને સંપ્રદાયના અભિનેતાના હૃદય ટૂંકા બને છે અને ધર્મની આડમાં પશુ હત્યા, શરાબપાન, ભાંગ, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, જૂઠ, પ્રપંચ આદિ ગંદા તત્વની ઉત્તપત્તિ તથા વૃદ્ધિ થાય છે અને માનવ, માનવના ખેળીયામાં પશુતુલ્ય બનીને સૌની સાથે વેર-વિધવાળે અને સંસારને ખારે ઝેર બનાવવામાં ભાગીદાર બને છે
આંખ ઉપર પાટા બાંધેલા માનવને પિતાની પડખે, ઉચે નીચે યાવત્ શરીર પર રહેલા જૂદા જૂદા વસ્ત્રોના રંગને નિર્ણય કર અશક્ય છે, તેવી રીતે અજ્ઞાન(જ્ઞાનાવરણીય)ને વશ થયેલા આત્માને પણ સમ્યગુજ્ઞાન તરફ દુર્લક્ષ્ય હોવાથી કેઈપણ વસ્તુને બીજા પ્રકારે નિર્ણય કરવામાં તે શક્તિસમ્પન્ન હેતે નથી, તેથી વિપરીત સાંશયિક, ભ્રમિત જ્ઞાનના પૂર્વગ્રહથી અંધ બનેલા માનવનું મતિજ્ઞાન અવિકસિત જ રહેવા પામે છે સમ્યગુદર્શનને પ્રકાશ પ્રાપ્ત કર્યા પછી જ્ઞાનાવરણીય કર્મના પુગલમાં શિથિલ્ય આવે છે જેથી એક જ પદાર્થને જુદા પર્યાથી જાણીને જ્ઞાનને વિકાસ સાધે છે.
જે ધર્મની આરાધના કરીને માનવ પોતાનું કલ્યાણ ઈચ્છે તે ધર્મને સર્વાગી રીતે જાણ્યા પછી જ કષાયાની તાકાત ઓછી થાય છે. પરિણામે તે સાધક શબ્દોના જાલામાંથી બહાર આવીને અર્થની વિચારણા કરવા માટે ઉત્સાહિત થાય છે.
હવે આપણે ભગવતી સૂત્રોના અનુસારે “ધર્મ ના વાચક