________________
શતક ૧૯ મું : ઉદ્દેશક-૯ કરણ માટેની વિશેષ વક્તવ્યતા
ગૌતમસ્વામીએ પરમાત્માને પૂછયું કે હે પ્રભે 1 જૈન શાસનમાં કરણે કેટલા પ્રકારના છે?
જવાબમાં પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ કહ્યું કે હે ગૌતમ! અનાદિ કાળથી શાશ્વતા જૈન શાસનમાં કરણના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે દ્રવ્યકરણ, ક્ષેત્રકરણ, કાળકરણ, ભવકરણ અને ભાવકરણ.
“જિયને નિહારતે ઈ ર ત વાર ” જેનાથી કાર્ય કરાય એટલે કે કાર્યની નિષ્પતિમાં જે અસાધારણ કારણ હોય તેને કરણ કહેવાય છે. આગળના પ્રકરણમાં નિવૃતિનું વર્ણન કર્યું છે અને તેનામાં તથા કરણમાં ક્રિયાપણુ રહેલું હોવાથી બનેમાં ફરક શું ? જવાબમાં કહેવાયું છે કે જે ક્રિયા હજી ચાલુ છે તે કરણ છે અને નિવૃતિમાં કાર્યની પૂર્ણાહુતિ છે. આ પ્રમાણે બંનેમાં ફરક હોવાથી આ સૂત્રમાં કરણ માટેની વક્તવ્યતા કહેવામા આવે છે.
(૧) દ્રવ્યકરણ :-દ્રવ્ય રૂપે જે કરણ છે તેને દ્રવ્યકરણ જાણવું, જેમકે કુહાડી વડે લાકડું કપાશે અથવા કપાઈ રહ્યું છે માટે કુહાડીને દ્રવ્યકરણ જાણવું. માટીના પિંડને ઘડે બનશે માટે તે દ્રવ્યકરણ એવી રીતે સલાઈ વડે અંજન અંજાશે માટે તે દ્રવ્યકરણ છે.
(૨) ક્ષેત્રકરણ -જે ક્રિયા કરવામાં ક્ષેત્ર કારણ બને તે