________________
શતક ૧૮ મું : ઉદ્દેશક–૧૦
૪૬૯ ઇન્દ્રિયના ઘડા તોફાન કરતા હોય છે ત્યાં કષાની વિદ્યમાનતા અવશ્ય હેાય છે.
તેથી હે મિલ! મારા સંયમ દ્વારા ઈન્દ્રિય યાયનીય અર્થાત તેફાન કરતી પાંચે ઈન્દ્રિયોને વશ કરી છે, જેથી તેઓ ભેગી મળીને મારૂં કંઈ પણ કરી શકે તેમ નથી. અને કષાય યાપનીય દ્વારા મારા ક્રોધ-માન-માયા અને લેભ સર્વથા શક્તિહીન બનીને મારી દયા યાચી રહ્યા છે. હે મિલ! આ પ્રમાણે મારી યાપનીયને તું જાણ. અવ્યાબાધ એટલે શું?
સૂત્રોમાં અવ્યાબાધના અર્થો નીચે પ્રમાણે નોંધાયા છે.
અંતરાય વિના, બાધારહિત, રોગરહિત, અને મોક્ષમુક્તિ. સેમિલી શરીરમાં વાત-પિત્ત અને કફની ત્રણ દ્રવ્ય બીમારીઓ અને રાગદ્વેષ–મેહ-માયા આદિની ભાવ બિમારીઓ છે. તેમને મારા તપ વિશેષ વડે સર્વથા ક્ષય કરી દીધી છે. માટે અંતરાય, રેગ, બાધા વિનાને એવો હું સંપૂર્ણ કર્મોને ક્ષય કરીને મુક્તિના દ્વાર પર આવીને ઉભે છું તેથી હું સર્વથા અવ્યાબાધ છું. પ્રાસુક આહાર એટલે શું?
હે મિલ' બગીચામાં, ઉધાનમાં, દેવકુળમાં, પ્રયાએમાં, સ્ત્રી-પશુ કે નપુંસક વિનાનાં સ્થાનમાં હું સુખરૂપ અને સ્વસ્થ રહું છું તે માટે આ જ મારો પ્રાસુક આહાર છે.
ઉપર્યુક્ત જવાબ સાફ, સ્પષ્ટ અને ખુલાસાવાર હોવા છતાં મિલ આજે નિર્ણય કરીને જ આવ્યું હશે કે કે તે