________________
૪૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને સિદ્ધ જીવ તે સમયે કેઈને પણ ઉપદેશ દ્વારા પ્રેરણાદિ કરતા ન હોવાથી પરિગ્ય નથી માટે જીવના પરિભેગમાં આવતાં નથી. - જ્યારે પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાત્વશલ્ય જીવના અશુદ્ધ સ્વભાવરૂપ હોવાથી, જે સમયે કોઈ પણ જીવ પ્રાણાતિપાત, મૃષાવાદ યાવતું મિથ્યાત્વશલ્યાદિ અઢારે પાપનું સેવન કરે છે ત્યારે તે જીવને ચારિત્રમેહનીય કર્મને ઉદય હોય છે. આ કારણે પ્રાણાતિપાતાદિ જીવના પરિભેગમાં આવે છે. તે
જનક અને જન્મ સ્થાને રહેલ ભવભવાંતરના કરેલા ચારિત્રમેહનીય કર્મના કારણે જ હિંસા, જૂઠ, ચેરી, પરસ્ત્રીગમન, પરિગ્રહની માયા, કોધાદિ કષા–રાગ, દ્વેષ, પૈશૂન્ય, પરપરિવાદ, અભ્યાખ્યાન, માયા મૃષાવાદાદિ પાપ કરે છે અને તે પાપ કરવાથી જીવ ફરી ફરીને ચારિત્ર મેહનીય કર્મને ઉપાર્જન કરે છે. માટે પ્રાણાતિપાતાદિ જીવના પરિભેગમાં આવે છે.
સ્થાવર જીવેને પરિભેગ સર્વથા સૌ કેઈને સ્પષ્ટ છે. જેમકે રહેવાને માટે હાટ-હવેલી, માટલા, પત્થર, હીરા, સુવર્ણ, ચાંદી, તાંબા-પીત્તળ આદિ જે કામમાં આવે છે તે અને બીજા પણ અસંખ્ય પદાર્થો પૃથ્વીકાયિક જીના કલેવર છે.
કુવા-વાવડી-નળ કે વર્ષાદિ આદિ દ્વારા અપકાયિક અને પરિભેગા થાય છે. જે વડે સ્નાન, રસોઈ, કપડા ધોવા, મકાન ધેવા, વાસણ માંજવા આદિ ક્રિયાઓમાં તે જીને પરિભેગ જીવ માત્ર કરી રહ્યો છે.
ચૂલા, સગડી, પ્રાઈમસ કે ગેસ આદિથી ઉત્પાદિત અગ્નિકાયિક જીવને પરિગ સ્પષ્ટ છે.