________________
૩૫૯
ફાતક ૧૬ મું ઉદ્દેશક-૬ ૭ સ્વપ્ન અને બલદેવની માતા ૪ સ્વપ્ન જુએ છે અને માંડલિકની માતા એક સ્વપ્ન જુએ છે
છદ્માવસ્થામાં ભગવંતે નીચે પ્રમાણે સ્વપ્ન જોયા હતા. (૧) તાડના ઝાડ જેવા મહાભયંકર પિશાચને હરાવ્યું. તેના
કારણે ભગવંતે પણ મોહ કર્મને સમૂળ નાશ કર્યો છે. (૨) સફેદ પાંખવાળે, મેટા શરીરના પુસ્કોકિલને જે,
તેના કારણે ભગવંતને શુકલધ્યાનની પ્રાપ્તિ થઈ છે. (૩) ચિત્ર વિચિત્ર પાંખવાળા પુકિલને જોવાથી ભગવંતે
પણ સ્વ–સમય અને પરસમયના પ્રતિપાદન રૂપે ગણિપિટકનું સામાન્ય અને વિશેષરૂપે કથન કર્યું હતું.
ગણિપિટક એટલે દ્વાદશાંગી. (૪) ઘણા રસ્તેથી યુક્ત બે માળાઓ જેવાથી શ્રાવક અને
સાધુધર્મની પ્રતિપાદન કરી છે. (૫) ગાયોના સમૂહને જેવાથી ચાર વર્ણના સંઘની સ્થાપના
કરી છે. (૬) કમળથી પૂર્ણ પધસરવર જેવાથી દેવના ચાર
પ્રકાર કહ્યાં છે. (૭) તરંગેથી પૂર્ણ વિશાળ સમુદ્રને ભુજબળથી પાર કર્યો,
તેના કારણે ભયંકર સંસાર–અટવીને પાર કરી શક્યા. (૮) તેજથી દીપ્યમાન સૂર્યને જેવાથી કેવળજ્ઞાન મેળવનારા
થયાં.