________________
શતક ૧૫ મું ઉદ્દેશક-૧
૨૯ નથી તે માટે તે પિતાને માટે જે કહે છે તે છેટું છે. વિશેષમાં ભગવંતે તેનું જીવન આ પ્રમાણે કહ્યું.
શાળાનું જીવન :
હાથમાં ચિત્રે લઈને ભિક્ષા માંગનારી “મંખલી” નામે જાત છે, માટે પુરુષનું નામ પણ મખલીથી સંબંધિત થયુ. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. જન્મ જન્મના દરિદ્ર આ દંપતી એક દિવસે “શરવણ” નામે ગામમાં આવ્યા, જ્યાં ગોબલ નામે બ્રાહ્મણ રહેતા હતા. દંપતી પર દયા ખાઈને તે બ્રાહ્મણે પિતાની ગાની શાળામાં તેમને રાખ્યા અને ભદ્રાને પુત્રને જન્મ થયે. ગાયની શાળામાં તે બાળક જન્મેલે હોવાથી તેનું નામ “ગોશાળ” રાખવામાં આવ્યું. બાલ્યકાળ પૂર્ણ કરીને ગોશાળ યુવાન થયે, સાથે સાથે પરિપક્વ બુદ્ધિવાળે અને વિદ્વાન થયે.
તે કાળે તે સમયે ગૌતમ! હું મારા જન્મથી ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને જ્યારે મારા પિતા-માતા દેવલોકવાસી થયા, અને મારી દીક્ષાની પ્રતિજ્ઞા પૂર્ણ થયે ઈન્ડે આપેલા દેવદુષ્યને સ્વીકારી નિગ્રન્થ થયે અને ચાતુર્માસને શેષ રહેલે અધે માસ તપશ્ચર્યાપૂર્વક અસ્થિકગ્રામની નિશ્રામાં પૂર્ણ કર્યો. બીજું ચોમાસુ મા ખમણને પારણે માસખમણ કરી પૂર્ણ કર્યું. તે સમયે મંખલી ગોશાલક પણ હાથમાં બીજાઓને ચિત્રો બતાવતે. જ્યાં હું હતો ત્યાં પોતાને સામાન મૂકીને રાજગૃહી નગરીમાં ઉંચ, નીચ અને મધ્યમ કુળોમાં ભિક્ષાચર્ચા માટે ર્યો, પણ રહેવા માટે ક્યાંય જગ્યા ન મળવાથી તંતુવાયની શાળામાં જ તેણે પોતાના ધામા નાખી દીધા.