________________
શતક ૧૩ મું ઉદ્દેશક–પ
૨૬૭ જીવના શરીરે તડ–તડ થાય છે તથા રીબાઈને મનુષ્યલેકમાં કરેલા પાપને યાદ કરે છે. ત્યાં તે તે અસુરે નારકોને ભઠ્ઠીમાથી બહાર કાઢીને તેમના શરીરમાં મીઠું અને મરચું નાખે છે. ઘાવ પડેલા શરીરમાં મરચા પડતાં જ બિચારા નારકે પોક મૂકીને રડે છે તે આ પ્રમાણે : “ઓ બાપલીયા ! ઓ માવડી ! એ ઘરવાળી મને બચાવે ! ઓ પ્રભુ! હવે હું પાપ નહીં કરું, પરસ્ત્રીગમન નહીં કરૂ, શરાબપાન નહીં કરૂ, હવે મને બચાવ.” પણ ત્યા તમારે અવાજ સાંભળનાર કેઈ નથી. આ કારણે દયાના સાગર શાસ્ત્રકારોએ કહ્યું કે માનવ ! આવી રીતની વેદના તે તે અનંતીવાર ભેળવી લીધી છે હવે કાઈક વિરામ પામ અને પાપના દ્વાર બંધ કરીને સ યમધર્મ સ્વીકાર.
અસુરકુમારે માટે પણ નારકની જેમ સમજવું. વૈકિય શરીરધારી તે દેવે મનુષ્યલોકમાં આવે છે. અગ્નિ વચ્ચે નીકળવા છતાં પણ બળતા નથી.
એકેન્દ્રિય જી જે અવિગ્રહ ગતિ સમાપન્નક છે તેઓ સ્થાવર નામકર્મના કારણે ગમન કરવાની શક્તિવાળા હતા નથી માટે અગ્નિ વચ્ચે આવતા પણ નથી.
બેઈન્દ્રિય જીવો ઔદારિક શરીરવાળા અવિરહગતિ સમાપન્નક અવસ્થામાં અગ્નિની વચ્ચે બળી જાય છે. ત્રણ–ચાર ઇન્દ્રિયવાળા જી માટે પણ સમજવું.
પંચેન્દ્રિય તિર્યર્ચ–અવિગ્રહગતિ સમાપન્નક તિર્ય ઋદ્ધિ પ્રાપ્ત અને તેનાથી વિપરીત અમૃદ્ધિ પ્રાપ્ત કહેવાય છે. જે વૈક્રિય લબ્ધિયુક્ત હોય તે જે મનુષ્યલેકમાં હોય તે