________________
શતક ૧૪ મું ઉદ્દેશક-૨
૨૪૫ (૭) મૂછ : પછી તે વારંવાર ચક્કર આવે છે. આંખે અંધારા આવે છે, પગની ચાલ વક બને છે, મોઢામાંથી ફીણ અને ઉંડા નીસાસા આવે છે અને આ ટગરમગર ફરવા લાગે છે.
(૮) અને બેભાન બનીને ચાદર કે રજાઈ ઓઢીને લાકડાની જેમ પડ્યો રહે છે.
(૯) અજ્ઞાન તેવી સ્થિતિમાં સામે કેણ ઊભે છે? શું કહે છે તેની પણ સ્મૃતિ તે ભાઈને રહેતી નથી.
(૧૦) અને મૃત્યુ, છેવટે કાંકરીયાના તળાવમાં કે જૂઠ્ઠના દરિયામાં અથવા ઝેરના વાટકા પીને મૃત્યુના રસ્તે પહોચી જાય છે.
નોંધ: જ્યારે જ્યારે આ જીવાત્માએ મનુષ્ય અવતાર મેળવ્યો હશે ત્યારે અનંતાનુબંધી કષાયો અને મિથ્યાત્વના ગાઢ અંધકારમાં સેંકડે-હજારે કે લાખે-કડે જીવાત્માએ સાથે નિકાચિતરૂપે વૈર-વિધિના કર્મો બાંધ્યા હોય છે જેના કારણે વૈરમાં બધાયેલા તે બંને જીવને કર્મોનો વિપાક ઉદયમા આવે છે. ત્યારે દેવગતિમાં ગયેલે તે વૈરી આત્મા મનુષ્ય અવતારમાં રહેલા શત્રુને મારે નહીં તે પણ તેના ગૃહસ્થાશ્રમના સુખ અને સુખના સાધનના ભેગવટામાં અંતરાયભૂત થયા વિના રહેતું નથી. આમાં આછા-પાતળા વૈરાનુંબંધ હશે તે દવા દારૂ કરાવવાથી રેગ સાધ્ય બને છે અને નિકાચિત હશે તે હાડમારીઓ અસાધ્ય બને છે.
ઘણું સાધનસંપન્ન ગૃહસ્થાશ્રમીઓ આપણી સામે છે કે જેમની પાસે ભૌતિક સાધનની કમી નહીં હોવા છતા પણ