________________
શતક ૧૩ મું ઉદ્દેશક-૨
૧૭૭ દેવલોકના ૩૨ લાખ વિમાનવાસે, સંખ્યાત અને અસંખ્યાત એજનવાળા જણવા. ત્રણે આલાપકે પૂર્વવત્ જાણવા અને અવધિજ્ઞાનના સ્વામી તીર્થકરનું ચ્યવન વિશેષમાં સમજવું.
કેમકે તીર્થકરે વૈમાનિક દેવલોકથી ચ્યવને માનવશરીર ધારે છે. અસંખ્યાત જન વિસ્તારવાળા વિમાનવામાથી અવધિજ્ઞાની અને અવધિદર્શની અસંખ્યાત નહિ પણ સખ્યાત પ્રમાણમાં ચવે છે કેમકે તીર્થકરે સંખ્યાત હોય છે. ઈશાનસનકુમાર પણ પૂર્વવત્ જાણવા. માત્ર સનકુમાર નામના દેવકમાં સ્ત્રીવેદકે ઉત્પન્ન થતા નથી, તેમજ અસ ની જી પણ ત્યાં હોતા નથી, કેમકે આ દેવલેકમ સી જી જ ઉત્પન્ન થાય છે અને ઉદ્વર્તિત થાય છે.
માહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, અને સહસ્ત્રાર પર્યત કપમાં પણ પૂર્વવત્ જાણવું અને બારે કપમાં વિમાનની સ ખ્યા “સકલતીર્થ ” સૂત્રથી જાણવી.
પહેલા બીજામાં તે જેલેશ્યા, ત્રીજાથામાં અને પાંચમા કપમાં પધલેશ્યા અને ત્યાર પછી શુકલેશ્યા હોય છે.
આનતમાં ૪૦૦ વિમાનવાસે સંખ્યાત અને અસંખ્યાત જનના છે અને આરણે અચુતમાં ૩૦૦ વિમાનાવાસે છે. રૈિવેયકમાં ૩૧૮ છે અને અનુત્તરવિમાને પાંચ કહ્યા છે. વિશેષતા એટલી જાણવી કે અનુત્તર વિમાનમાં કૃષ્ણપાક્ષિક, અભવસિદ્ધિક, મતિ–અજ્ઞાની, કૃત-અજ્ઞાની કે વિર્ભાગજ્ઞાનીને ઉત્પાદ નથી, ચ્યવન નથી અને સત્તા પણ નથી.
શતક ૧૩ ને ઉદેશે બીજે પૂર્ણ. આ