________________
૧૫૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
(૩) વેદનાનુભવ
અત્યુત્કટ ત્રણ પ્રકારની વેદનાને ભેગવતા તે નારકને, જે આ ખ્યાલ આવે કે, “પૂર્વભવમાં મિથ્યા મેહને વશ થઈને ભયંકરમાં ભયંકર રીતે આચરેલા, હિસા–જૂઠ, ચેરીમૈથુન–પરિગ્રહ આદિના પાપે હજારે લાખે કે કરડે સાથે વૈરાનુબ ધ બાધ્યા છે. માટે તે પાપને, વૈરોને ભેગવવા માટે નરકમાં ઉત્પન્ન થયો છું અને દુઃખ ભોગવી રહ્યો છું.” એમ સમજીને સાનભાનમાં આવેલા નારકેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે.
આ પ્રમાણે સમ્યક્ત્વ પ્રાપ્ત નારકે જ્ઞાનસ્વરૂપ હોય છે. જયારે તે વિનાના નારકે અજ્ઞાનમય હોવાથી ફરી ફરી કર્મો બાધે છે, ભગવે છે અને સંસાની વૃદ્ધિ કરે છે.
અસુરકુમારથી લઈ સ્વનિતકુમાર દે સુધી સમજવું. સ્થાનિક અન તનંત જી મિથ્યાષ્ટિ હોવાથી અજ્ઞાન સ્વરૂપ જ હોય છે. કેમકે સમ્યક્ત્વને સાથે લઈને કોઈપણ જીવ એકેન્દ્રિયત્નને પ્રાપ્ત કરતા નથી અને ગાઢ મિથ્યાત્વના કારણે ત્યાં રહે ત્યાં સુધી સમ્યક્ત્વને પામી શકવાનો નથી. કહેવાયું છે કે, “એકેન્દ્રિય જીવે પ્રતિપન્ન કે પ્રતિપદ્યમાન સમ્યક્ત્વાળા નથી હોતા. માટે મિથ્યાત્વી હોવાને કારણે અજ્ઞાન છે, અને તેમનું અજ્ઞાન તેમના આત્માથી ભિન્ન નથી હોતું.
બેઈન્દ્રિય, ત્રીરિન્દ્રિય, ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય, વાણવ્યંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક જીવે પણ નારની જેમ ક્યારેક જ્ઞાનરૂપ અને ક્યારેક અજ્ઞાનરૂપ હોય છે.
દર્શન માટે ફરમાવતાં ભગવતે કહ્યું કે, “હે ગૌતમ!
Jk છે