________________
શાસ્ત્ર અને સિદ્ધાંતને વળગી રહી, વફાદાર રહી વિશિષ્ટ અને તે પણ બધપ્રદ તથા રસ શૈલિમાં નિરૂપણ–પ્રરૂપણ-વિવેચન કરવું એ કેટલું કઠિન અને કપરું કાર્ય છે, આ વસ્તુ સાધારણ જનતા ન સમજી શકે એ સ્વાભાવિક છે, માટે જ કહ્યું છે કે –
વિદ્વાન એવ હિ જાનાતિ વિજન પરિશ્રમમ, નહિ વધ્યા વિનાનાતિ ગુવી પ્રસવવેદનામ .”
આવા ભગીરથ કાર્ય માં ગુરુકૃપા, શારદામૈયાની મહેર, જ્ઞાનાવરણીયાદિ કર્મોને ક્ષાપમ, અવિરત પરિશ્રમ, ખત, ચીવટ અને કંઈક કરી છૂટવાની તમન્ના ને ધગશ જોઈએ ત્યારે જ આવા શુભ કાર્યો નિર્વિને પાર પડે છે, નહિતર “સારા કામમાં સે વિઘન” આદર્યા અધુરા રહે, એવું પણ બને છે.
- વિવેચન પદ્ધતિમાં ભાષાને આડંબર કે વિદ્વતાને ડેળ કરવામાં આવ્યું નથી. ભાષાશલિ સરળ, ગંગાના પ્રવાહની જેમ સ્વચ્છ અને સુંદર હોઈ આ ગ્રંથ આ વિષયના જ્ઞાનપિપાસુ-જિજ્ઞાસુઓ માટે આશીર્વાદરૂપ નીવડશે એમ નિઃસંદેહ હું કહી શકું છું.
માતા જેમ બાળક પરના વાત્સલ્યથી ભજનને કેળીયે તયાર કરી એના મુખમાં મૂકે છે અને બાળક ગટક કરતે ગળે ઉતારી દે છે, તેમ લેખકે વાચકે જિજ્ઞાસુઓ અને તત્ત્વપિપાસુઓ ઉપર અપાર ને અનહદ કરૂણ દાખવી વિષયને સાદી સરળ શૈલિમાં રજૂ કર્યો છે જેથી સહેલાઈથી સૌ કેઈ સમજી શકે અને તેનો લાભ લઈ શકે.
વર્તમાનકાળે આવા તાત્વિક ને સાત્વિક વિષેની જિજ્ઞાસામાં ઘણું મટી ઓટ આવી છે. જનતાને કથા-વાર્તા,