________________
૧૦
ત્રીજો ભાગ ચતુર્વિધ સંઘના કરકમળમાં અર્પિત કરી રહ્યાં છીએ. આશા અને વિશ્વાસ છે કે બંને ભાગની માફક આ પ્રસ્તુત ગ્રંથ પણ પ્રશંસનીય બનશે.
સ્વર્ગ માં બિરાજમાન, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વિદ્યાવિજયજી મહારાજને અસીમ ઉપકાર અમારો સંઘ કયારેય ભૂલી શકે તેમ નથી. તેવી રીતે તેમના વરદ્ હસ્તે વિ. સં. ૧૯૯૪ના માગસર સુદિ ૧૦ના પવિત્ર દિવસે કરાંચી (સિંધ) મુકામે દીક્ષિત પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ પણ ભૂલાય તેમ નથી.
શાસનદેવને ફરી ફરી એક જ પ્રાર્થના છે કે અમને તથા અમારા સાઠંબા સંઘને ઉત્તમત્તમ સાહિત્યસેવા કરવાનો લાભ મળતું રહે.
અમારી પ્રવૃત્તિમાં સહાયક સંઘને તથા વ્યક્તિ વિશેષ પુણ્યશાલિઓને અમે આભાર માનીએ છીએ અને પ્રાથી એ છીએ કે ભવિષ્યમાં પણ અમારી સેવાની કદર કરતા રહે.
ભાવનગર સાધના મુદ્રણાલયના માલિક શ્રી ગિરધરભાઈએ આ કામ પિતાનું સમજીને શીઘ્રતાથી કરી આપ્યું છે તે માટે આભાર.
જેકેટ ઉપર ત્રિરંગી સમવસરણને બ્લેક પરમપૂજ્ય શાંત સ્વભાવી, જૈનાચાર્ય શ્રી દુર્લભસાગરજી મહારાજની અસીમ કૃપાથી અમે મેળવી શક્યા છીએ, તે માટે તેમને ઉપકાર ભૂલાય તેમ નથી.
લી. જગજીવનદાસ કસ્તુરચંદ શાહ સં ૨૦૩૫,
પ્રકાશક આષાઢી પૂર્ણિમા
સાઠંબા (સાબરકાંઠા)