________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૮
બે શરીર એટલે શું?
તે કાળમાં અને તે સમયમાં રાજગૃહી નામની નગરી હતી. એક દિવસ ભગવાન મહાવીર ચતુર્વિધ સંઘ સાથે વિહાર કરતા ત્યાં પધાર્યા અને શ્રેણિક રાજા અભયકુમાર આદિ વંદન કરવા માટે આવ્યા. પ્રભુએ ઉપદેશ આપે. બારેય પર્વદા હર્ષિત થઈ પિત પિતાને ઘેર ગઈ. તે સમયે જુદા જુદા પ્રશ્નો દ્વારા જનતાને જ્ઞાન તથા ચારિત્રની પ્રાપ્તિ થાય તે ઈરાદાથી ગૌતમસ્વામીએ ભગવંતને પૂછયું કે, “હે પ્રભે! કેઈક મોટી ઋદ્ધિવાળ, દ્યુતિવાળ, બલિષ્ટ, યશસ્વી તથા મહા સુખસંપન્ન દેવ પોતાના દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને તથા ચવીને બે શરીરવાળા નાગની નિ (સર્પનિ)માં અથવા હાથીરૂપે શરીર ધારણ કરી શકે છે?” (દેવલેકમાંથી ચ્યવી સર્પના અવતારમાં જાય અને ત્યાંથી મનુષ્યત્વ મેળવીને મેક્ષમાં જાય તેને બે શરીરી કહેવાય છે ) જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, ગૌતમતે દેવ બે શરીરવાળા નાગમાં ઉત્પન્ન થઈ શકે છે.”
અનંત સુખનું સ્થાન મેક્ષ મેળવવા માટે મનુષ્યભવ સિવાય બીજો એકેય ભવ નથી. હાથી ચાહે ગમે તેટલે બળવાન હોય કે સર્પ ચાહે ગમે તેટલે ક્રૂર હોય, અથવા દેવલેકને દેવ પિતાની બધી શક્તિઓ કામે લગાડી દે તે પણ તેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે કે મેક્ષ મેળવવા માટે પુણ્ય કે પાપ કામમાં આવતું નથી. પરંતુ તે બંનેને સમૂળ નાશ કર્યા પછી જ મેક્ષ મેળવી શકાય છે.