________________
૭૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩ સાધવા માટે પિતાની શક્તિ અને પ્રવૃત્તિ કિબિષ અર્થાત્ બહારથી સાકરના ગાગડા જેવી અને અંદરથી હલાહલ ઝેર જેવી બનાવીને બીજાને ઠગ.
૧૧. આદરણ–ઠગવા ગ્ય માણસ સાથે પ્રાર ભમાં લેવડ–દેવડમાં સચ્ચાઈ રાખી તેને વિશ્વાસમાં લીધા પછી, બરાબર છેતરવું.
૧૨. ગૃહન–ઠેઠ સુધી પોતાના અભિપ્રાયને બીજે જાણી ન જાય તેવી રીતે પોતાના ચહેરાને, ભાષાને, આકારને ઠાવકે રાખવે.
૧૩. વંચનતા–બીજાને ઠગવા માટેના વિચારે કરતાં રહેવું.
૧૪. પ્રતિ કુંચન–સામેવાળાની સરળ અને સત્ય ભાષાને પણ પિતાની વાજાલમાં લપેટીને છેતરવું.
૧૫ સાનિગ–પિતાની વાછટાથી ગ્રાહકને સારો માલ દેખાડીને ખરાબ સડેલે માલ પકડાવો.
આ પ્રમાણે ૧૫ પર્યાયેથી યુક્ત માયામાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગધ અને ચાર સ્પર્શ રહેલા છે.
લેભ કષાયની વક્તવ્યતા અને પર્યાય :
ચારિત્ર મેહનીય કર્મના કારણે લોભ કષાયને ઉદય થાય છે અને લેભ લાલચમાં ફસાયેલે માણસ ચારિત્રહ કર્મને બંધક છે લેભ એ સામાન્ય છે જ્યારે શેષ તેના વિશેષણ છે અર્થાત્ લેભમાં ફસાવવા માટેનાં કારણો છે.
૧. ઈચ્છા–પદાર્થમાત્રને મેળવવાની ઈચ્છા તે લેભ છે.