________________
શતક અગ્યારમું : ઉદ્દેશક–ર શાલૂક વનસ્પતિની વક્તવ્યતા
જેમના જીવનનો અણુ અણુ જૈનત્વના રંગથી, અને મહાવ્રતની આરાધનાથી વ્યાપક બને છે, તે શ્રીમાન ગૌતમ સ્વામીજી, ભગવંતશ્રી મહાવીરસ્વામીને વંદન કરીને કહે છે કે,
હે પ્રભો ! સંવર તત્ત્વ દ્વારા નવા કર્મોના દ્વાર બંધ કરી, તથા નિર્જરા તત્ત્વ વડે જૂના કર્મોને સમૂળ સમાપ્ત કર્યા પછી કેવળજ્ઞાનના માલિક બનેલા તમે જ આ સંસારના દેવાધિદેવ પરમાત્મા શ્રી અરિહંતદેવ છે.
સદ્વિવેક અને સમ્યબુદ્ધિને ધરનારા દેવેન્દ્રો દ્વારા અરિ હતાના જ ચરણે પૂજાયેલા હોય છે. માટે તમે જ કેવળજ્ઞાન સ્વરૂપ તિવને પામેલા હોવાથી “બુદ્ધ છે
અનંત દુઃખોથી મુક્ત કરાવી, અવ્યાબાધ સુખને આપનારા હોવાથી તમે જ “શંકર છે.
મેક્ષરૂપી મહેલમાં પહોંચવા માટે અનન્ય કારણ સ્વરૂપ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર રૂપ મોક્ષમાર્ગ દેખાડનારા તમે જ સાચા વિધાતા (બ્રહ્મા) છે
આ કારણેને લઈ સ્પષ્ટ રીત્યા તમને છોડીને બીજે કંઈ પુરૂષોત્તમ નથી જ.
આ પ્રમાણે સ્તવીને ગૌતમસ્વામીએ પૂછયું કે, હે પ્રભો! વનસ્પતિ વિશેષ શાલૂક (કમળકંદ) માટેની વક્તવ્યતા શું છે?