________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા
[ ૬૫
ખુદની ભૂલ વિચારે અને સુધારે તે જ્ઞાની. . મારા સાધક શિષ્ય !
મારા હૈયામાં તારી હિતચિંતા છે, એટલે કહું છું પ્રત્યેક પરિસ્થિતિમાં તું કાર્ય-કારણ વિચારજે. પ્રત્યેક પ્રસંગમાં માહાદષ્ટિ અને બાહ્ય પરિસ્થિતિને દેષ ન કાઢ.
તુ જ્ઞાની અંતરજ્ઞાની જ્ઞાનચક્ષુથી શુભતે દિવ્યદૃષ્ટિને સ્વામી, તારી નિરીક્ષણુશક્તિ અનેરી અને તારી પરીક્ષણશક્તિ પણ અનેરી. -
તું આહાર ન દે, ન આપે તેના ઉપર ગુસ્સે ન કરે. માન-સન્માન ન કરે તેની ઉપર પણ ગુસ્સે ન કરે. બસ, શિષ્ય ! સિદ્ધિમાગે સંચર.
ગુરુદેવ ! ગુરુદેવ ! હું શું કરું? મારી જાત મને છેતરી રહી છે પણ, આપ મારા સાચા નાડી પરીક્ષક–વૈદ્ય છે. હું તે એક જ વિનવું–આપ મારી પ્રકૃતિ જાણે છે. મારામાં વિકૃતિ પેદા ન થાય, તેવા આશિષ આપે. બાકી આજે મને છાતી ફાટ રુદન કરી લેવા દો. હું તે એટલે તુચ્છ છું, આહાર નહિ દેનાર ઉપર તે ગુસ્સો કરું છું પણ, નિષ્કારણ ઉપકારી ગુરુજને ઉપર પણ ગુસ્સો કરું છું.
મારી કરુણ વ્યથા કોને કહું? દયા આવે તે દાન કરજે. શક્તિ આપજે- જગત્ સાથે લડાઈ બંધ કરું અને દુર્ગુણ સાથે લડાઈ શરુ કરું.
નાથ ! સ્વીકારે... મારી હૃદયની વિનતિ