________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
| ૩ અને જીભ બંનેને બેહકાવે તેવી જોઈએ, જે સમયે જેવી જેટલા પ્રમાણમાં જોઈએ તેવી પ્રાપ્ત થવી જોઈએ.
આજનું સંકુચિત વિશ્વ જ્યાં ખુદના પરિવારની ચિંતા ભૂલી ગયું છે. વ્યવહારમાં સૌને યાદ કરે છે પણ, આહારમાં તે દરવાજા બંધ કરી ત્વને જ મુગ્ય ગણું વ્યવહાર કરે છે તે વિશ્વમાંથી સાધુને જીવનની આવશ્યક ચીજો પ્રાપ્ત કરવાની, સાથે ખુદના મહાનત્રતાની પ્રતિજ્ઞા પાલન કરવાની. ધર્મલાભ માટે આહાર લેવાને, ધર્મલાભ માટે આહાર આગવાનો, અને આહાર આરોગ્યા બાદ ધર્મલાભની જ સાધના કરવાની. દુનિયાની દરેક વ્યક્તિ કહે છે. “ખાવાની બાબતમાં બેસવું શું ? ખાવાનું શું અમે દેખ્યું નથી ? ખાવાની બાબતમાં ઝઘડે કરીએ તેવા અમે નાદાન નથી. ખાનદાનના નબીરા છીએ.”
આ કેઈ એક વ્યક્તિને સંવાદ નથી પણ, અજ્ઞાન અને અભિમાનથી ઘેરાયેલ પ્રત્યેક વ્યક્તિને સંવાદ છે. સાથે આ સંવાદ નથી, વિસંવાદ છે, આલાપ નથી પણ પ્રલાપ છે, 'વાદ નથી પણ વિતરડા છે. ખૂબ શાંત અને સ્વસ્થ બન. મારા એક નાના પ્રશ્નનો જવાબ આપ. આ ધરતી ઉપર તારે જન્મ થયો, હજી તે આંખ ઉઘાડી ન હતી. મુઠ્ઠી ખોલી ન હતી. ત્યાં તે તે રૂદન કરી મૂકયું. આ રૂદન શાના માટે હતું ? તારું રૂદન કઈ રીતે બંધ થઈ ગયું ? જવાબ આપ. તારી આ ચેડા વર્ષો પહેલાંની આ વાત છે.
કદાચ, તારા જીવનની આ મહાન ઘટના તું ભૂલી ગયે હશે પણ, સંસારમાં સૌ સાથે જીવે છે અને જુએ છે. ભલા! જન્મ લીધે ત્યારથી આહાર માટે ઝઘડવાનું તે શરૂ કરી વધુ છે, આહારની ભાવના એ તો અનાદિકાળથી તારી પાછળ લાગેલી છે. આહાર માટે હવાતિયાં મારવા એ તારી જુગ