________________
અનુમોદના
ગુણનુરાગની-શાસનભાવની.... પ્રભુના શાસનમાં ગુણ આત્માઓ છે. ગુણાનુરાગી. આત્માઓ છે. મારા–તારા પરિચય–અપરિચય ગૌણ બને છે. સદા સ્મૃતિમાં રહે છે-શાસનભાવ-શાસન રાગ-શાસન પ્રેમ. શાસન ભાવમાં નિષ્પક્ષપાત દષ્ટિ પેદા થાય છે. મુંબઈ વાલકેશ્વરમાં નિવાસ કરતાં વાવૃદ્ધ સુશ્રાવક નંદલાલ તારાચંદ વેરા ખરેખર પ્રભુના શાસનના રાગી, આગમ સૂત્રના અનુરાગી સુશ્રાવક છે. વર્ષો પહેલાં શ્રી દશૌકાલિક સૂત્ર ચિતનિકા પ્રગટ થઈ અને તેમના હાથમાં આવી વાંચી–વંચાવી અનેક વ્યકિતને પ્રેરક બનાવ્યા. બાદમાં શ્રી દશવૈકાલિક સૂત્ર ચિંતનિકા, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ચિતનિકે તેમની પ્રેરણા દ્વારા અનેક ભાવિકે દ્વારા પ્રગટ થઈ અને આજે શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા પણ સતત તેમની માંગણું અને લાગણીના કારણે પ્રગટ થઈ છે. તેમના દ્વારા પ્રકાશનમાં લાભ લેનાર મહાનુભાવોની યાદી સાથે સહર્ષ અનુદના કરીએ છીએ-માધ્યસ્થ મજુરભકત શ્રી બળદેવભાઈ ડેસાભાઈ પટેલની, નવનીતભાઈ પટેલ તેમજ શાસન અનુરાગી જયંતિકાસિંધવીની.
આ