________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
અને દુ:સાધ્ય જેવું લાગે તે હોય, તેમાં ક્યારેય પુષ ન બિછાવેલ હેય. મહામાર્ગ હમેશા કંટકથી છવાયેલ હેય. મહામાર્ગના પથિકે જ કેઈક કળા સિદ્ધ કરવી જોઈએ. કટક લાગે નહિ અને પથ પસાર કરી શકાય. સાધના માર્ગના બધા વિનસ્થાને તે તારક તીર્થંકર પરમાત્મા જ પ્રગટ કરી શકે. હું કે તું આપણું અનુભવની બહુ તે એકાદ વાત રજુ કરી શકીએ. પણ સાધના માર્ગના સમસ્ત ભય-વિન–અંતરાયને કેમ સમજી શકીએ? આપણી અપગ્રતા અને કાયરતા તે સર્વજ્ઞ અને વીતરાગ જ પીછાણે અને તે દઈ નાશની ઔષધિ પણ તેઓ જ આપે.
પરમાત્મા મહાવીર પ્રભુની પ્રથમ દેશનાનું પ્રથમ આગમ આચારાંગ સૂત્ર તેનુ ૧૦મું સૂત્ર એટલે ત્યાગી જીવનની નૈયા માટે દીવાદાંડી
જાએ સદાએ નિકખતે તમેવ અશુપાલિજજા? જે શ્રધાએ તે પ્રવજ્યા ગ્રહણ કરી જે મહાન લક્ષ્યથી તે મહાભિનિષ્ક્રમણ કર્યું, તે જ શ્રધા–તે જ ઉત્સાહથી સંયમનું પાલન કરજે. સંયમ જીવનમાં કયારેય પ્રધાનું બળ–ઉત્સાહનું બળ ઓસરવા નહિ તે...
પ્રભુની હિતશિક્ષા હમેશા હિતચિંતા પૂર્ણ હેય. આપણે સૌએ અનુભવેલી વાત છે. આપણે મુસાફરી કરીએ ત્યારે ટિકીટ રાખીએ. ટિકીટને સંભાળીએ પણ–પેલી ઘરડી મા આપણને ભાથાને ડઓ આપે છે–એ સગાં વહાલાનાં નામ અને સરનામાં આપે છે ત્યારે આપણું મેંઢ જરા કટાણું થઈ જાય છે. આવા ચીકણુડાં અને તે ના ગમે. છેવટે ભાથાંના ડબ્બા સાથે પ્રયાણ પ્રારંભીએ. ઘડી ઘડી તે ભાથાંના ડબ્બા સામે જોઈએ અને મનમાં થાય