________________
૬] દુર્ગુણ પ્રત્યે કરુણા અને સગુણી પ્રત્યે બહુમાન રાખે તેને
“અય મે’ શબ્દ કહે છે–સાચું કહું મારા ગુરુદેવ મને શાસ્ત્ર શ્રવણ કરાવવા દ્વારા તેમના શાસ્ત્રજ્ઞાનને મારામાં શકિતપાત કર્યો છે. એટલે હું ગુરુવારના જ્ઞાનને ઉત્તરાધિકારી બન્યા. જ્ઞાની હતો નહિ, પણ જ્ઞાની બની ગયા. એજ પરંપરાને જીવંત રાખવા તમને પણ શાસ્ત્રશ્રવણ કરાવું છું. શ્રી આચારાંગસૂત્રનું પ્રથમ સૂત્ર અને પ્રથમ શબ્દ કહે છે-શિષ્ય જીવનના મંગલ પ્રારંભ થયા ગુરુવરના શ્રીમુખે શાસ્ત્રશ્રવણ દ્વારા.
નવજાત શિશુને માતા હાલરડાનાં ગીત દ્વારા મહાન બનવા પ્રેરણું આપે છે તેમ સુશિષ્યને પણ સદ્ગુરુ શાસ્ત્રશ્રવણ દ્વારા મુકિતને મંગલ પથિક બનવા ઉદ્બોધન કરે છે.
સુશિષ્ય ! ગુરુકૃપા દ્વારા ધન્ય બન*
શ્રી આચારાંગસૂત્રને પ્રથમ શદ યાદ રાખી લેજે– કયારે પણ વિસ્મૃતિ ના કરતે...
શિષ્યની સફળતા ગુરુવરની હિતશિક્ષા શ્રવણ દ્વારા
ગુરુકૃપા મેળવવાને રાજમાર્ગ પણ શાસ્ત્રશ્રવણ,
શાસ્ત્રશ્રવણ દ્વારા તું ધન્ય બન! અને તારી ગુરુ પરંપરાને અને શિષ્ય પરંપરાને પણ ધન્ય બનાવીએ અંતરના તને શુભાશિષ છે.
ગુરુદેવ! કૃપા કરો..મને મંગલ વરદાન આપો..
શાસ્ત્રશ્રવણને એગ્ય બનું એટલે સદા ગુરુનિશ્રામાં મારા જીવનના ગક્ષેમ થાય એજ મને સિદ્ધિ-પ્રસિદ્ધિ અને મહાસિદ્ધિ જોઈએ.
નહિ માંગું આપની પાસે મંત્ર...નહી માંગું વિદ્યા માંગુ એક સદા આપના શ્રીમુખે શાસ્ત્રશ્રવણ, આપની લાગણી છે.મારી આપ ચરણમાં નમ્ર માંગણી છે.
સ્વીકારજે મારી વિનતિ